VIDEO દિલ્હી એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાનમાં આગ ફાટી નીકળી, US જવાની હતી ફ્લાઈટ
દેશની રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ (IGI) પર બુધવારે મોડી રાતે એર ઈન્ડિયાની એક બોઈંગ ફ્લાઈટમાં આગ લાગી ગઈ.
Trending Photos
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ (IGI) પર બુધવારે મોડી રાતે એર ઈન્ડિયાની એક બોઈંગ ફ્લાઈટમાં આગ લાગી ગઈ. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ આગ લાગ્યા બાદ ફ્લાઈટ ભડકે બળવા લાગી હતી. આખી ફ્લાઈટમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. આ અકસ્માતમાં જો કે કોઈ પણ પ્રકારના જાનમાલનું નુકસાન થયું નથી. કહેવાય છે કે વિમાનમાં મરમ્મતનું કામ ચાલુ હતું તે દરમિયાન આગ લાગી હતી.
ન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ એર ઈન્ડિયાની ફ્લાઈટ (B777-200 LR) અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો (San Francisco) ઉડાણ ભરવાની હતી. ઉડાણ અગાઉ મરમ્મતનું કામ ચાલુ હતું ત્યારે જ અચાનક ફ્લાઈટમાં આગ લાગી હતી. વિમાનનું એસી રિપેરિંગનું કામ ચાલુ હતું. અચાનક આગ લાગી.
#WATCH Air India Delhi to San Francisco (Boeing 777) flight caught fire in Auxiliary Power Unit (APU) yesterday at Delhi airport. Fire started during AC repair. Air India terms it minor incident, plane was empty at the time of repair work, fire was doused immediately. pic.twitter.com/Og790FVABE
— ANI (@ANI) April 25, 2019
એર ઈન્ડિયા તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ ઉડાણ અગાઉ એન્જિનિયર ફ્લાઈટની રૂટિન તપાસ કરી રહ્યાં હતાં. અચાનક જ વિમાનના પાછલા ભાગમાં આગ લાગી. અત્રે જણાવવાનું કે હાલના વર્ષોમાં બોઈંગ વિમાનોમાં આગ પકડવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ચીન, ઈથોપિયા સહિત અનેક દેશોએ બોઈંગ વિમાનો પર પ્રતિબંધ મૂક્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે