નોઈડા: મેટ્રો હોસ્પિટલમાં ભીષણ આગ લાગી, કાચ તોડીને દર્દીઓને રેસ્ક્યુ કરાઈ રહ્યાં છે

નોઈડાની સેક્ટર 12માં આવેલી મેટ્રો હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલો છે. આગ હોસ્પિટલની ઈમારતની બીજા માળે લાગી છે. હોસ્પિટલમાં હાલ અફરાતફરીનો માહોલ છે. પોલીસ અને ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોચી ગઈ છે. કહેવાય છે કે હોસ્પિટલમાં અનેક લોકો ફસાયેલા છે. રાહત અને બચાવ કાર્ય પૂર જોશમાં શરૂ કરાયુ છે. 

નોઈડા: મેટ્રો હોસ્પિટલમાં ભીષણ આગ લાગી, કાચ તોડીને દર્દીઓને રેસ્ક્યુ કરાઈ રહ્યાં છે

નોઈડા:  નોઈડાની સેક્ટર 11માં આવેલી મેટ્રો હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલો છે. આગ હોસ્પિટલની ઈમારતની બીજા માળે લાગી છે. હોસ્પિટલમાં હાલ અફરાતફરીનો માહોલ છે. પોલીસ અને ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોચી ગઈ છે. કહેવાય છે કે હોસ્પિટલમાં અનેક લોકો ફસાયેલા છે. રાહત અને બચાવ કાર્ય પૂર જોશમાં શરૂ કરાયુ છે.  આગ કઈ રીતે લાગી તે અંગે કારણ જાણવા મળ્યું નથી. કેટલું નુકસાન થયું છે તે પણ ખબર નથી. 

કાચ તોડીને બહાર  કાઢવામાં આવ્યાં દર્દીઓને
મળતી માહિતી મુજબ હોસ્પિટલની ઈમારતમાં આગ લાગ્યા બાદ ત્યાં હાજર દર્દીઓમાં અફરાતફરી મચી ગઈ. ફાયરના કર્મચારીઓ હોસ્પિટલના કાચ તોડીને દર્દીઓને બહાર કાઢી રહ્યાં છે. આ ઘટનામાં હજુ કોઈ જાનહાનિ થઈ હોય તેવા અહેવાલ આવ્યાં નથી. 

— ANI UP (@ANINewsUP) February 7, 2019

ઓપરેશન ચાલુ હતા
છેલ્લા કલાકથી આગ લાગી છે. છેલ્લે મળેલી માહિતી મુજબ જ્યારે આગ લાગી ત્યારે કેટલાક દર્દીઓના ઓપરેશન ચાલુ હતા. પરંતુ આ ઘટના બાદ તેમને તરત બહાર કાઢવામાં આવ્યાં. નાજુક સ્થિતિવાળા દર્દીઓને તરત બહાર કાઢીને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. 

તમામ દર્દીઓ સુરક્ષિત છે-ફાયર અધિકારી
મુખ્ય ફાયર અધિકારી અરુણકુમાર સિંહે જણાવ્યું કે ગુરુવારે બપોરે લગભગ 12 વાગ્યાની આસપાસ નોઈડાના સેક્ટર 12 સ્થિત મેટ્રો હોસ્પિટલમાં આગ લાગી હોવાની જાણકારી મળી. તરત ફાયરની આઠ ગાડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી. તેમણે જણાવ્યું કે આગ હોસ્પિટલની ઈમારતના બીજા માળે લાગી હતી. આગ કયા કારણથી લાગી તે જાણવા મળ્યું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news