પશ્ચિમ બંગાળ હાઇકોર્ટની મનાઇ છતા પણ BJPની રથયાત્રા, ભાજપ નેતાઓ વિરુદ્ધ કેસ

કલકત્તા હાઇકોર્ટે આ મુદ્દે આગામી સુનવણી માટે 14 ડિસેમ્બરની તારીખ નિશ્ચિત કરી છે, બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે રથયાત્રા પોતાના નિશ્ચિત કાર્યક્રમ હેઠળ થશે

પશ્ચિમ બંગાળ હાઇકોર્ટની મનાઇ છતા પણ BJPની રથયાત્રા, ભાજપ નેતાઓ વિરુદ્ધ કેસ

કૂચબિહાર : કલકત્તા હાઇકોર્ટે મના કરવા છતા પણ ભાજપની તરફથી રથયાત્રા કાઢવા અંગે કેસ દાખલ કરવામાં આવ્યો છે. કેસમાં ભાજપ મહાસચિવ કૈલાશ વિજય વર્ગીય, પાર્ટી પ્રદેશ અધ્યક્ષ દિલીલ ઘોષ, રાજુ બેનર્જી અને રાહુલ સિન્હાને આરોપી બનાવવામાં આવ્યા છે. કલકત્તા હાઇકોર્ટે આ મુદ્દે આગામી સુનવણી માટે 14 ડિસેમ્બરની તારીખ નિશ્ચિત કરી છે. બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે રથયાત્રા પોતાના નિશ્ચિત કાર્યક્રમ હેઠળ જ થશે. 

અગાઉ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં રથયાત્રા માટે જો જરૂર પડશે તો પાર્ટી સુપ્રીમ કોર્ટ જશે. કલકત્તા હાઇકોર્ટની એકલપીઠે ગુરૂવારે તે પાદેશની વિરુદ્ધ ભાજપની તરફથી દાખલ અપીલ રદ્દ કરી દીધી છે, જેમાં પાર્ટીને તેની રથયાત્રા માટે અનુમતી આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો. કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને પોલીસ મહાનિર્દેશક 12 ડિસેમ્બર સુધી ભાજપનાં ત્રણ પ્રતિનિધિઓ સાથે બેઠક કરે અને 14 ડિસેમ્બર સુધી આ કેસમાં કોઇ નિર્ણય કરે. કોર્ટે આ આદેશ પહેલા અહીં મીડિયા સાથે ચર્ચા કરતા વિજયવર્ગીએ કહ્યું કે જો જરૂર પડશે તો અમે ન્યાય માટે સુપ્રીમ કોર્ટ જઇશું. 

કલકત્તા હાઇકોર્ટે ભાજપે તે પત્રોનો કોઇ જવાબ નહી આપવા માટે શુક્રવારે પશ્ચિમ બંગાળની સરકારની આકરી ઝાટકણી કાઢી હતી જે તેણે રાજ્યમાં પોતાની રથયાત્રા માટે પરવાનગી માંગવા માટે લખ્યા હતા. ભાજપ પ્રદેશ નેતૃત્વની સાથે ઉભા રહેતા વિજયવર્ગીએ કહ્યું કે, પાર્ટી તરફથી કોઇ ચુક નથી થઇ અને સમગ્ર પાર્ટી એક થઇને ઉભી છે અને અમે પ્રદેશ ભાજપ અધ્યક્ષની સાથે છીએ. 

બીજી તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે હાઇકોર્ટની ખંડપીઠનાં નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમે કોર્ટનાં તે આદેશ માટે આભાર વ્યક્ત કરીએ છીએ.રાજ્ય સરકારને અનેક દિવસોથી આ મુદ્દે અમારી સાથે ચર્ચા કરવા માટે સમય નહોતો. હવે તેઓ ચર્ચા કરવા માટે બેસશે. 

ભાજપની રથયાત્રા પર કોર્ટનો નિર્ણય લોકશાહીની મોટી જીત: શાહ
ભાજપ અધ્યક્ષ અમિત શાહે પશ્ચિમ બંગાળમાં રેલી અંગે કલકત્તા હાઇકોર્ટનાં ચુકાદાને લોકશાહી માટે મોટી જીત ગણાવી હતી. કલકત્તા હાઇકોર્ટે રાજ્યમાં યોજાનારી ભાજપની રથયાત્રા પર પશ્ચિમ બંગાળ સરકારને 14 ડિસેમ્બર સુધી નિર્ણય લેવા માટે શુક્રવારે નિર્દેશ આપ્યો. શાહે કોર્ટનાં આદેશ બાદ ટ્વીટ કરીને કહ્યું કે, તૃણમુલ કોંગ્રેસનાં કુશાસનનો પર્દાફાશ કરવા માટે રાજ્યમાં રાજનીતિક અભિયાન ચલાવવાનાં ભાજપનાં કાયદાનાં અધિકારને ફગાવવાની મમતા દીદીનાં પ્રયાસોને કોર્ટે નિષ્ફળ કરી દીધા, જેમાં બંગાળ તંત્રને સહયોગ કરવા માટે કહ્યું છે. લોકશાહીમાં મોટી જીત. ભાજપ ઝડપથી પોતાની લોકશાહી બચવો યાત્રા કાઢશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news