ફ્રાન્સની ઘટના પર વિવાદિત નિવેદન આપનારા મુનવ્વર રાણા વિરુદ્ધ FIR દાખલ
Trending Photos
લખનઉ: ફ્રાન્સની ઘટના વિસે જાણીતા શાયર મુનવ્વર રાણા (Munavvar Rana) ના વિવાદિત નિવેદન પર FIR દાખલ થઈ છે. લખનઉ પોલીસે હજરતગંજ પોલીસ સ્ટેશનમાં મુનવ્વર રાણા વિરુદ્ધ FIR દાખલ કરી છે.
મથુરા: મંદિરમાં 2 લોકોએ નમાઝ પઢી, સંત જિતેન્દ્રાનંદે કહ્યું-'અમને પણ ક્યારેક મસ્જિદમાં કરવા દો આરતી'
સામાજિક વૈમનસ્ય ફેલાવવાનો આરોપ
મુનવ્વર રાણા પર લખનઉ પોલીસે સામાજિક વૈમનસ્ય ફેલાવવાનો, શાંતિ ભંગ કરવાની સાથે આઈટી એક્ટ હેઠળ FIR દાખલ કરી છે. લખનઉના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં તૈનાત સબ ઈન્સ્પેક્ટર દીપક પાંડેએ મુનવ્વર રાણા પર FIR દાખલ કરાવી છે.
ફ્રાન્સની આતંકી ઘટનાનું કર્યું હતું સમર્થન
ફ્રાન્સ (France) વિરુદ્ધ લગભગ આખી દુનિયાના મુસલમાનોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા શાયર મુનવ્વર રાણાએ પણ આ કડીમાં નિવેદન આપ્યું હતું. તેમણે વિવાદિત કાર્ટૂનને લઈને ફ્રાન્સના નીસ શહેરમાં ધાર્મિક નારા લગાવીને એક મહિલાનું ગળું કાપીને અને બે અન્ય વ્યક્તિઓને ચાકૂ મારીને કરાયેલી હત્યાઓને યોગ્ય ઠેરવી હતી.
રાણાના નિવેદન પર કવિ કુમાર વિશ્વાસનો કટાક્ષ
રાણાના આ નિવેદન બાદ તમામ લોકો તરફથી પ્રતિક્રિયા આવી રહી છે. તેમના નિવેદનની ચારેબાજુ ટીકા થઈ રહી છે. હિન્દીના લોકપ્રિય કવિ કુમાર વિશ્વાસે પણ રાણાના વિવાદિત નિવેદન પર શાયરાના અંદાજમાં પોતાની પ્રતિક્રિયા આપી. કુમાર વિશ્વાસે ટ્વિટર પર શાયરાના અંદાજમાં લખ્યું કે "નર્મ અલ્ફાઝ ભલી બાતે મોહજ્જબ લહજે, પહલી બારિશમેં હી યે રંગ ઉતર જાતે હૈ."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે