સરકારે પીએફ પર વ્યાજ દર વધાર્યો, 6 કરોડ નોકરીયાતોને થશે ફાયદો 

નોકરીયાતોને  સરકારે નવા નાણાકીય વર્ષ શરૂ થયા બાદ મોટી ભેટ આપી છે. નાણા મંત્રાલયે કર્મચારી ભવિષ્યનિધિ (ઈપીએફ) પર 8.65 ટકા વ્યાજદરને મંજૂરી આપી છે.

સરકારે પીએફ પર વ્યાજ દર વધાર્યો, 6 કરોડ નોકરીયાતોને થશે ફાયદો 

નવી દિલ્હી: નોકરીયાતોને  સરકારે નવા નાણાકીય વર્ષ શરૂ થયા બાદ મોટી ભેટ આપી છે. નાણા મંત્રાલયે કર્મચારી ભવિષ્યનિધિ (ઈપીએફ) પર 8.65 ટકા વ્યાજદરને મંજૂરી આપી છે. નાણાકીય વર્ષ 2018-19 માટે હવે પીએફ ખાતા ધારકોને 8.65 ટકા વ્યાજ મળશે. સરકાર તરફથી લેવાયેલા આ નિર્ણયનો ફાયદો નોકરી કરનારા 6 કરોડ પીએફ એકાઉન્ટ હોલ્ડર્સને થશે. નાણા મંત્રાલય હેઠળ આવતા નાણાસીય સેવા વિભાગ (DFS)એ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ને 2018-19 માટે વ્યાજ દર વધારીને 8.65 ટકા કરી આપવાના નિર્ણય પર સહમતિ આપી છે. 

ત્રણ વર્ષમાં પહેલીવાર વ્યાજદર વધ્યા
સરકારના આ નિર્ણયનો ફાયદો સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા છ કરોડથી વધુ કર્મચારીઓને તેમના પીએફ પર મળતા વ્યાજ સ્વરૂપે મળશે. નાણાકીય વર્ષ 2017-18માં ઈપીએફઓ તરફથી પોતાના ખાતાધારકોને 8.55 ટકાના દરે વ્યાજ અપાતું હતું. આ અગાઉ 2016-17માં વ્યાજદર 8.65 ટકા જ હતું. નાણાકીય વર્ષ 2015-16માં વ્યાજ દર 8.80 ટકા પ્રતિવર્ષ હતું. 

જલદી બહાર પડશે નોટિફિકેશન
મંત્રાલયની સહમતિ બદા આવકવેરા વિભાગ અને શ્રમ મંત્રાલય આ અંગે નોટિફિકેશન બહાર પાડશે અને ત્યારબાદ ઈપીએફઓ પોતાના 120થી વધુ ક્ષેત્રીય અધિકારીઓને સંશોધિત વ્યાજ દરના આધારે ઈપીએફ ખાતાધારકોના ખાતામાં 2018-19 માટે વ્યાજની રકમ જોડવાના નિર્દેશ આપશે. 

જુઓ LIVE TV

151 કરોડનો વધારાનો ભાર
ઈપીએફઓના અંદાજા મુજબ વર્ષ 2018-19 માટે 8.65 ટકાના દરથી વ્યાજ આપવાની જાહેરાત બાદ 151.67 કરોડ રૂપિયા વધારાના ખર્ચ થશે. ગત નાણાકીય વર્ષમાં 8.7 ટકાના દરથી વ્યાજ ઉપલબ્ધ કરાવવા બદલ 158 કરોડ રૂપિયાની ખોટ જાત. આ જ કારણે સંગઠને 31 માર્ચ 2019ના રોજ સમાપ્ત થતા નાણાકીય વર્ષ માટે 8.65 ટકાના વ્યાજ દરથી વ્યાજ આપવાનો નિર્ણય લીધો. વર્ષ 2017-18માં ઈપીએફઓએ પાંચ વર્ષમાં સૌથી ઓછું 8.55 ટકા વ્યાજ આપ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news