Video: કાચાપોચા લોકો ન જોતા આ વીડિયો, પુત્રીનું કપાયેલું માથું હાથમાં લઈને ફરી રહ્યો છે હત્યારો બાપ

Video: એક પિતાએ પહેલા તો પોતાની જ 18 વર્ષની પુત્રીનું માથું વાઢી નાખ્યું. ત્યારબાદ આ કપાયેલું માથું હાથમાં લઈને જાહેરમાં બિન્દાસ ફરી રહ્યો છે. કાચાપોચા લોકો આ વીડિયો ન જુએ. 

Video: કાચાપોચા લોકો ન જોતા આ વીડિયો, પુત્રીનું કપાયેલું માથું હાથમાં લઈને ફરી રહ્યો છે હત્યારો બાપ

હરદોઈ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના હરદોઈ (Hardoi) થી એક હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાની 18 વર્ષની પુત્રીનું ધારદાર હથિયારથી ગળું કાપીને નિર્દયતાથી હત્યા કરી નાખી. ત્યારબાદ તે પુત્રીનું કપાયેલું માથું લઈને પોલીસ સ્ટેશન જવા નીકળી પડ્યો. હાથમાં માથું લઈને ફરતા આ આરોપી પિતાનો વીડિયો પણ વાયરલ થયો છે. હાલ પોલીસે આ હત્યારા પિતાની ધરપકડ કરી લીધી છે. 

શું છે સમગ્ર મામલો?
આ મામલો મહિલા પોલીસ મથક વિસ્તાર પાંડા તારા ગામનો છે. અહીંના રહીશ સર્વેશે પ્રેમ સંબંધના શકમાં પુત્રીની પાવડાથી ગરદન કાપીને નિર્દયતાથી હત્યા કરી નાખી. એટલું જ નહીં આરોપી પુત્રીનું કપાયેલું માથું હાથમાં લઈને ફરી રહ્યો હતો. આ દરમિયાન પોલીસે તેની ધરપકડ કરી લીધી. મળતી માહિતી મુજબ સર્વેશે પોલીસને જણાવ્યું કે તે પુત્રીના પ્રેમ પ્રસંગને લઈને નાખુશ હતો અને એટલે તેણે પુત્રીની હત્યા કરી નાખી. 

જુઓ હચમચાવી નાખે તેવો VIDEO

આ મામલે એસપી અનુરાગ વત્સનું કહેવું છે કે આરોપીને અટકાયતમાં લઈને પૂછપરછ થઈ રહી છે. આ  ઘટનાની આગળ કાર્યવાહી ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news