ખેડુત યુવકની કોઠાસુઝ: ગમે તેવા હવામાનમાં ઉડી શકતું હેલિકોપ્ટર બનાવ્યું

યુવકનો દાવો છે કે તેને પરવાનગી આપવામાં આવે તો તેનું હેલિકોપ્ટર 20 ફુટ ઉંચાઇ સુધી ઉડાવી શકે છે

ખેડુત યુવકની કોઠાસુઝ: ગમે તેવા હવામાનમાં ઉડી શકતું હેલિકોપ્ટર બનાવ્યું

દોસા : રાજસ્થાનનાં દોસાનાં બાંદીકુઇ વિસ્તારનાં આભાનેરી ગ્રામ પંચાયતનાં બે હજાર વસ્તીવાળા ગામના વતની ચેતરામ ગુર્જરે વિષમ પરિસ્થિતીમાં પણ ઉડી શકતું હેલિકોપ્ટર બનાવ્યું છે. આઇટીઆઇ ડિગ્રી ધારી યુવકને અભ્યાસ દરમિયાન એક ઉડતુ હેલિકોપ્ટર બનાવવાનું સપનું હતું. આ સપનુ પુરૂ કરવા માટે લુઝ પાર્ટ્સ અને પોતાનું જુગાડું મગજનો ઉફયોગ કરીને એક વ્યક્તિએ બેસીને 400 કિલો વજનનાં લોખંડને એક વર્ષની મહેનત બાદ હેલિકોપ્ટર બનાવી નાખ્યું.

Air India નો મહત્વનો નિર્ણય, 2 ઓક્ટોબરથી તમામ ફ્લાઇટ્સમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ
યુવકનો દાવો છે કે જો તેને પરવાનગી મળે તો તે હેલિકોપ્ટર 20 ફુટ ઉંચાઇ સુધી ઉડાવી શકે છે. તેને બનાવવામાં તેને પ્રતિદિવસ 12થી 15 કલાક મહેનત કરવી પડી છે. સાથે જ તેમાં આશરે 10 લાખ રૂપિયાનો ખર્ચ પણ થયો છે. જે મુદ્દે ખેડૂત પિતાએ તેના સપનાને પુરૂ કરવામાં તેની ખુબ મદદ પણ કરી છે. 

જમ્મુ કાશ્મીરમાં 2021માં જ વિધાનસભા ચૂંટણી શક્ય, સિમાંકન બાદ બદલાશે રાજકીય ચિત્ર
હેલિકોપ્ટરમાં તેણે ઘણા પ્રયોગો કરવા પડ્યા હતા. પહેલા તેણે બાઇકનું સિંગલ સિલિન્ડર પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો પરંતુ તે ઉડી શક્યું નહોતું. ત્યાર બાદ યુવકે ડિઝલ એન્જિન લગાવ્યું પરંતુ હેલિકોપ્ટર ધ્રુજારીના કારણે સફળ રહ્યું નહી. સતત બદલતા મોડલના કારણે હોન્ડા CBZનાં બે એન્જિન લગાવ્યા બાદ અને હેલિકોપ્ટરનાં સ્વરૂપમાં કેટલાક ફેરફાર કર્યા બાદ તેને સફળતા મળી. તેનું હેલિકોપ્ટર 20 ફુટથી પણ વધારે ઉડવાનો દાવો કર્યો.

અયોધ્યા કેસ : બીજા ધર્મનું પૂજા સ્થળ તોડી બનાવેલી ઈમારત શરીયત મુજબ મસ્જિદ ન હોઈ શકે'
10 લીટર પેટ્રોલની ક્ષમતા ધરાવતું આ હેલિકોપ્ટર બનાવતા સમયે યુવકે યુ ટ્યુબમાંથી માહિતી એકત્ર કરી. જો કેન્દ્ર અને રાજ્ય સરકાર યુવકની મદદ કરે તો આ યુવક વધારે સારુ કામ કરી શકે છે. ઉચ્ચ કક્ષાનું હેલિકોપ્ટર પણ બનાવી શકે છે. હાલ તો તેનું હેલિકોપ્ટર સંપુર્ણ જુગાડનાં આધારે જ બન્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news