Farmers Protest: પરગટ સિંહ સહિત પંજાબના 27 ખેલાડીઓ પરત કરશે એવોર્ડ


ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન પરગટ સિંહ  (Pargat Singh)એ સરકારને પોતાનો પદ્મશ્રી એવોર્ડ  (Padma Shri) પરત કરવાની જાહેરાત કરી છે. 
 

Farmers Protest: પરગટ સિંહ સહિત પંજાબના 27 ખેલાડીઓ પરત કરશે એવોર્ડ

નવી દિલ્હીઃ સરકાર અને કિસાન નેતાઓ વચ્ચે પાંચ કલાકથી બેઠક ચાલી રહી છે. બેઠક દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ચાલી રહી છે, જેમાં 40 સંગઠનોના કિસાન નેતા સામેલ છે. આ વચ્ચે સમાચાર આવી રહ્યાં છે કે પૂર્વ હોકી કેપ્ટન પરગટ સિંહ  (Pargat Singh) સહિત પંજાબના 27 ખેલાડીઓએ કિસાનોના સમર્થનમાં પોતાના એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી છે. પરગટ સિંહ સહિત તમામ ખેલાડી 5 ડિસેમ્બરે એવોર્ડ પરત કરશે. મહત્વનું છે કે પરગટ સિંહ જાલંધર કેન્ટ  (Jalandhar Cantt)થી ધારાસભ્ય છે. 

આ પહેલા શિરોમણિ અકાલી દળના નેતા પ્રકાશ સિંહ બાદલ (Parkash Singh Badal)એ આંદોલનકારી કિસાનોના સમર્થનમાં પદ્મ વિભૂષણ  (Padma Vibhushan) પરત આપવાની જાહેરાત કરી હતી. હરસિમરત કૌર પહેલા જ કૃષિ કાયદાના વિરોધમાં મોદી સરકારમાંથી રાજીનામુ આપી ચુક્યા છે. શિરોમણી અકાલી દળ (ડેમોક્રેટિક)ના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સુખદેવ સિંહ ઢીંઢસાએ પણ પદ્મ ભૂષણ સન્માન પરત કરી દીધું છે. 

હવે તમે તેને સંયોગ કહો કે બીજુ કંઈ એક તરફ પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે પ્રધાનમંત્રી મોદીને મળવાનો સમય માગ્યો છે. બીજીતરફ એનડીએના સાથી રહેલા શિરોમણિ અકાલી દળના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલે ભારત સરકાર તરફથી મળેલા પદ્મ વિભૂષણ સન્માનને પરત કરી દીધું છે. 

પ્રકાશ સિંહ બાદલે પરત કર્યું પદ્મ વિભૂષણ સન્માન
ક્યારેક એનડીએના સાથી રહેલા શિરોમણિ અકાલી દળના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલે ભારત સરકાર તરફથી મળેલા પદ્મ વિભૂષણ સન્માન પરત કરી દીધુ છે. પ્રકાશ સિંહ બાદલે લખ્યુ છે, 'હું એટલો ગરીબ છું કે કિસાનો માટે કુરબાન કરવા માટે પાસે વધુ કંઈ નથી, હું જે પણ છું તે કિસાનોને કારણે છે. તેવામાં જો કિસાનોનું અપમાન થઈ રહ્યું છે તો, તો કોઈ સન્માન રાખવાનો ફાયદો નથી.'

કેપ્ટને માગ્યો પીએમને મળવાનો સમય
તો પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે મળવાનો સમય માગ્યો છે. આ પહેલા તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. કેપ્ટન અમરિંદર સિંહે ગૃહમંત્રી સાથે થયેલી મુલાકાત પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, હું સમસ્યાનું સમાધાન ન કરી શકું. કિસાન આંદોલનથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે. કિસાન આંદોલનની પંજાબની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે. કિસાન આંદોલનનું જલદી સમાધાન કાઢવુ જોઈએ. મેં મારી વાત ગૃહમંત્રી સામે રાખી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news