Farmers Protest: CM કેજરીવાલનો પંજાબના CM પર મોટો આક્ષેપ, કહ્યું- 'પુત્ર માટે ખેડૂત આંદોલન વેચી દીધુ?'

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ વચ્ચે વાર પલટવાર સતત ચાલુ છે. વાત જાણે એમ છે કે પંજાબના સીએમએ ખેડૂતોના પક્ષમાં કેજરીવાલના ઉપવાસને નાટક ગણાવ્યાં હતા. જેના પર દિલ્હીના મુખ્યમંત્રીએ પલટવાર કરતા સવાલ પૂછ્યો કે તમે શું ખેડૂતોના આંદોલનને વેચી દીધુ છે?

Farmers Protest: CM કેજરીવાલનો પંજાબના CM પર મોટો આક્ષેપ, કહ્યું- 'પુત્ર માટે ખેડૂત આંદોલન વેચી દીધુ?'

નવી દિલ્હી: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ  (CM Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ (amarinder singh) વચ્ચે વાર પલટવાર સતત ચાલુ છે. વાત જાણે એમ છે કે પંજાબના સીએમએ ખેડૂતોના પક્ષમાં કેજરીવાલના ઉપવાસને નાટક ગણાવ્યાં હતા. જેના પર દિલ્હીના મુખ્યમંત્રીએ પલટવાર કરતા સવાલ પૂછ્યો કે તમે શું ખેડૂતોના આંદોલનને વેચી દીધુ છે?

કેજરીવાલનો અમરિન્દર પર પલટવાર
કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે 'કેપ્ટનજી, હું શરૂઆતથી જ ખેડૂતોની સાથે ઊભો છું. દિલ્હીના સ્ટેડિયમને જેલ ન બનવા દીધુ. કેન્દ્ર સામે લડ્યો. હું ખેડૂતોનો સેવાદાર બનીને તેમની સેવા કરું છું. તમે તો તમારા પુત્રના ED કેસને માફ કરાવવા માટે કેન્દ્ર સાથે સેટિંગ કરી લીધી, ખેડૂતોનું આંદોલન વેચી દીધુ? કેમ?'

Image may contain: Ajay Pathak, text that says "Arvind Kejriwal @ArvindKejriwal 00๐ कैष्टन जी, मैं शुरू से किसानों के साथ खड़ा हूँ| दिल्ली के स्टेडीयम जेल नहीं बनने दी, केंद्र से लड़ा| मैं किसानों का सेवादार बनके उनकी सेवा कर रहा हूँ आपने तो अपने बेटे के ED केस माफ़ करवाने के लिए केंद्र से सेटिंग कर ली, किसानों का आंदोलन बेच दिया? क्यों?"

અમરિન્દરે કેજરીવાલ પર સાધ્યું હતું નિશાન
પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે કેજરીવાલના ઉપવાસને નાટક ગણાવતા કહ્યું હતું કે 'કેજરી સરકારે 23 નવેમ્બરના રોજ કૃષિ કાયદામાંથી એકને બેશર્મીથી નોટિફાય કરીને ખેડૂતોની પીઠમાં ખંજર ભોક્યું છે અને હવે તેઓ સોમવારે ખેડૂતોની ભૂખ હડતાળના સમર્થનમાં ઉપવાસ પર બેસવાની જાહેરાત કરીને નાટક કરી રહ્યા છે.'

આજે ખેડૂતોની ભૂખ હડતાળ, કેજરીવાલના પણ એક દિવસના ઉપવાસ
ખેડૂત આંદોલન (Farmers Protest) નો આજે 19મો દિવસ છે. પરંતુ આ ડેડલોકનું કોઈ સમાધાન જોવા મળી રહ્યું નથી. દિલ્હીની સિંઘુ અને ટીકરી  બોર્ડર પર સંયુક્ત મોરચાના 40 ખેડૂત નેતાઓ ઉપવાસ પર બેઠા છે. સાંજે 5 વાગ્યા સુધી આ ભૂખ હડતાળ ચાલુ રહેશે. ગાઝીપુર સહિત તમામ ટોલ પ્લાઝા ઉપર પણ ખેડૂતો ભૂખ હડતાળ પર બેઠા છે. આ ઉપરાંત દેશભરના જિલ્લા મુખ્યાલયો ઉપર પણ ધરણા ચાલુ છે. દિલ્હી સરકારના મંત્રી અને વિધાયક પણ ધરણા પર બેઠા છે. કેજરીવાલે ટ્વિટર પર લખ્યું કે ખેડૂતોની જીત થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news