BJP MLAનો ખેડૂતોએ કર્યો વિરોધ, Health Workersને પણ વેક્સીન સેન્ટરથી ભગાડ્યા
હરિયાણાના (Haryana) કેથલમાં કોરોના વેક્સીનેશન કાર્યક્રમ દમરિયાન સ્થળ પર આવતા સ્થાનિક ભાજપ ધારાસભ્ય (BJP MLA) લીલારામનો (Lilaram) વિરોધ કરવામાં આવ્યો હતો. ગ્રામીણોને સ્વાસ્થ્યકર્મીઓને (Health Workers) પણ વેક્સીનેશન સેન્ટર પરથી ભગાડવામાં આવ્યા છે
Trending Photos
નવી દિલ્હી: દેશભરમાં આજથી કોરોના વેક્સીનેશન ડ્રાઈવની શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે હરિયાણાના (Haryana) કેથલમાં કોરોના વેક્સીનેશન કાર્યક્રમ દમરિયાન સ્થળ પર આવતા સ્થાનિક ભાજપ ધારાસભ્ય (BJP MLA) લીલારામનો (Lilaram) વિરોધ કરવામાં આવ્યો હતો. ભારતીય કિસાન યૂનિયન (Bharat Kisan Union) સાથે જોડાયેલા ખેડૂતોએ તેમનો વિરોધ કર્યો છે. સાથે જ આ પણ માંગ કરી છે કે, કોરોના વેક્સીન (Corona Vaccine) સૌથી પહેલા હરિયાણા સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને અન્ય રાજકીય નેતાઓને લગાવવામાં આવે. ત્યારબાદ અન્ય સામાન્ય જનતાને લગાવવામાં આવે.
એટલું જ નહીં, ગ્રામીણોને કોરોના વેક્સીન (Corona Vaccine) અને અન્ય મેડિલક સામાન પરત મોકલાવ્યો છે. સ્વાસ્થ્યકર્મીઓને (Health Workers) પણ વેક્સીનેશન સેન્ટર પરથી ભગાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય લીલારામ સ્થળ પર પહોંચ્યા નહીં પરંતુ ગ્રામીણોની માંગ છે કે, સૌથી પહેલા સ્થાનિક ધારાસભ્ય લીલારામને જ આ વેક્સીન લગાવવામાં આવે.
નોંધનીય છે કે, આજેથી દેશમાં કોરોના વેક્સીનેશન ડ્રાઈવની (Corona Vaccination Drive) શરૂઆત થઈ રહી છે. સૌથી પહેલા 1 કરોડ 60 લાખ કર્મચારીઓને રસી આપવામાં આવશે. જેમાં હેલ્થ વર્કસ ઉપરાંત 4,31,241 સુરક્ષા કર્મચારીઓ, 1,03,66,219 સોશિયલ મીડિયા/ રૂરલ વોરિયર્સ, 1,05,731 પોસ્ટ ડિલીવરી વોરિયર્સ સામેલ છે.
વેક્સીનેશન અભિયાન (Vaccination Campaign) અંતર્ગત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 3006 વેક્સીનેશન સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા છે. પહેલા દિવસે લગભગ 3 લાખ હેલ્થ વર્કર્સને વેક્સીન લગાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે