Farmers Protest: બેઠક પહેલા કિસાન નેતાનો હંગામો, ગાડીના કાચ તોડ્યા
કૃષિ કાયદાને (Agricultural Law) લઇને કેન્દ્ર સરકાર (Central Government) અને કિસાન નેતાઓ (Farmer Leaders) વચ્ચે વિજ્ઞાન ભવનમાં (Vigyan Bhawan) 11મી વખત ચર્ચા થઈ રહી છે. આ વચ્ચે કેટલાક કિસાનો દ્વારા હંગામો કર્યાના સમાચાર સામે આવ્યા છે
Trending Photos
નવી દિલ્હી: કૃષિ કાયદાને (Agricultural Law) લઇને કેન્દ્ર સરકાર (Central Government) અને કિસાન નેતાઓ (Farmer Leaders) વચ્ચે વિજ્ઞાન ભવનમાં (Vigyan Bhawan) 11મી વખત ચર્ચા થઈ રહી છે. આ વચ્ચે કેટલાક કિસાનો દ્વારા હંગામો કર્યાના સમાચાર સામે આવ્યા છે. આ દરમિયાન એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક કિસાન નેતા ગાડીના કાચ તોડતા જોવા મળી રહ્યા છે.
दिल्ली के विज्ञान भवन के बाहर किसान नेता का हंगामा, सिक्योरिटी चेक के लिए रोके जाने से नाराज़ था किसान नेता@Sheerin_sherry #FarmersProtest pic.twitter.com/zH97njZQiv
— Zee News (@ZeeNews) January 22, 2021
સિક્યુરિટી ચેકિંગ દરમિયાન થયો વિવાદ
આ વીડિયો વિજ્ઞાન ભવન (Vigyan Bhawan) બહાર સિક્યુરિટી એરિયાનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સ્થળ પર હાજર ZEE News ના પત્રકારના જણાવ્યા અનુસાર, વિજ્ઞાન ભવનમાં એન્ટ્રી સમયે સિક્યુરિટી ચેકિંગ કરવામાં આવે છે. તે દરમિયાન મીટિંગમાં આવેલા એક કિસાન નેતાએ સિક્યુરિટી ચેકિંગ દરમિયાન પોતાના પર કાબુ ગુમાવ્યો અને ત્યારબાદ પોતાની જ કારના કાચ ડંડો મારી તોડ્યા હતા. અવાજ સાંભળી બીકેયૂ અધ્યક્ષ રાકેશ ટિકેત (Rakesh Tikait) સ્થળ પર પહોંચ્યા અને વચ્ચે પડીને બચાવ કર્યો.
બીકેયૂ નેતા રાકેશ ટિકેતે કર્યો બચાવ
ઉલ્લેખનીય છે કે, મીટિંગ માટે વિજ્ઞાન ભવન જતા ડેલિગેશનને સકોટ કરી લઈ જવામાં આવ્યા છે. હજુ સુધી આ ચર્ચામાં સિંધુ બોર્ડરથી કિસાન બસ દ્વારા વિજ્ઞાન ભવન પહોંચી રહ્યાં હતા. પરંતુ આજે એક કિસાન સંગઠનના નેતાએ પોતાની ગાડીથી વિજ્ઞાન ભવન પહોંચ્યા હતા. જેના કારણે તેમને સિક્યુરિટી ચેકિંગથી પસાર થવુ પડ્યુ હતુ. પરંતુ આ સિક્યુરિટી ચેકિંગથી નેતા નારાજ થઈ ગયા અને ત્યાં હંગામો કરવા લાગ્યા. રાકેશ ટિકેત ત્યાં પહોંચ્યા અને વચ્ચે પડીને બચાવ કર્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે