10,000 ગામડાઓ અને 50 શહેરોને પ્રભાવિત કરશે 'ફાની', 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

અત્યંત પ્રચંડ ચક્રવાત તોફાન ફાનીના કારણે ઓડિશાના અંદાજે 10,000 ગામડાઓ અને 52 શહેરો પ્રભાવિત થશે. આ ચક્રવાત ભારતના પૂર્વ તટ તરફથી આગળ વધી રહ્યું છે. આજે દક્ષિણ પુરીના દરિયાકાંઠા પર ટકરાશે તેવો અંદેશો છે.

10,000 ગામડાઓ અને 50 શહેરોને પ્રભાવિત કરશે 'ફાની', 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

નવી દિલ્હી: અત્યંત પ્રચંડ ચક્રવાત તોફાન ફાનીના કારણે ઓડિશાના અંદાજે 10,000 ગામડાઓ અને 52 શહેરો પ્રભાવિત થશે. આ ચક્રવાત ભારતના પૂર્વ તટ તરફથી આગળ વધી રહ્યું છે. આજે દક્ષિણ પુરીના દરિયાકાંઠા પર ટકરાશે તેવો અંદેશો છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે કુલ મળીને 11.5 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવાના છે જેમાંથી લગભગ 3.3 લાખ લોકોને પહેલેથી સુરક્ષિત સ્થળો પર પહોંચાડી દેવાયા છે. 

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાણકારી આપી કે ગુરુવાર મધ્ય રાત્રિથી ભુવનેશ્વરથી તમામ ફ્લાઈટ અવરજવર અસ્થાયી રીતે રોકી દેવામાં આવશે. શુક્રવાર સવારે કોલકાતા એરપોર્ટથી પણ ઉડાણની અવરજવરને અસ્થાયી રીતે રોકવામાં આવશે અને હાલાત સારા થતા જ વ્યવસ્થા બહાલ કરવામાં આવશે. રેલવેએ ઓડિશામાં ટ્રેન અવરજવર પહેલેથી અસ્થાયી રીતે સ્થગિત કરી છે. 

કેબિનેટ સચિવ પી કે સિન્હાની અધ્યક્ષતામાં એનસીએમીની બેઠક બાદ ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ઓડિશા સરકારે એનસીએમસીને (રાષ્ટ્રીય સંકટ પ્રબંધન સમિતિ) જાણકારી આપી કે 10,000 ગામ અને 52 શહેર તથા કસ્બાઓ આ તોફાનથી પ્રભાવિત થશે. ઓડિશા સરકાર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળો પર લઈ જવાની કામગીરી અગાઉથી જ થઈ રહી છે. સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવતા લોકોને રહેવા માટે લગભગ 900 તોફાન આશ્રય સ્થળો પહેલેથી જ તૈયાર કરી લેવાયા છે. 

— ANI (@ANI) May 3, 2019

આ ચક્રવાતથી ગંજામ, ગજપતિ, ખુર્દા, પુરી અને જગતસિંહપુર, કેન્દ્રપાડા, ભદ્રક, જાજપુર તથા બાલાસોર સહિત ઓડિશાના અનેક દરિયાકાંઠાના જિલ્લાઓ ખુબ પ્રભાવિત થાય તેવો અંદાજ છે. આ જ રીતે પશ્ચિમ બંગાળના પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર, દક્ષિણી અને ઉત્તરી 24 પરગણા, હાવડા, હુગલી, ઝારગ્રામ તથા કોલકાતા જિલ્લાઓની સાથે સાથે આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ, વિજયનગરમ અને વિશાખાપટ્ટનમ જિલ્લાઓ પણ આ તોફાની પ્રભાવિત  થાય તેવી આશંકા છે. 

ભારતીય હવામાન ખાતાએ ચેતવણી આપતા કહ્યું કે લગભગ 1.5 મીટર ઊંચા મોજા ઊછળે તેવી આશંકા છે. જેનાથી સમુદ્રકાંઠા સાથે વાવાઝોડુ અથડાવવાના સમયે ઓડિશાના ગંજામ, ખુર્દા, પુરી અને જગતસિંહપુર જિલ્લાઓના નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર  આવી શકે છે.

જુઓ LIVE TV 

નિવેદનમાં કહેવાયું છે કે લોકોને જનસંબોધન પ્રણાલી, એસએમએસ અને સ્થાનિક મીડિયા દ્વારા ચક્રવાતથી માહિતગાર કરાવવાના તમામ ઈન્તેજામ કરાયા છે. એનડીઆરએફ અને ઓડીઆરએફની ટીમો કાર્યરત છે. એનસીએમસીની બેઠક દરમિયાન કેબિનેટ સચિવે ચક્રવાતી તોફાનની ઊભી થયેલી સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો તથા એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા કરી. 

કેબિનેટ સચિવોએ રાજ્યો અને કેન્દ્રની વિભિન્ન એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા કરતા નિર્દેશ આપ્યાં કે લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવે. આવશ્યક ખાદ્ય પદાર્થો અને પીવાના પાણી, તથા દવાઓની વ્યવસ્થા કરાય. જનતા માટે કેન્દ્રીય ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર પણ શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news