ફાની વાવાઝોડાની ગુજરાતની આ ટ્રેનને થઈ સીધી અસર, સ્ટેશન પર મુસાફરો અટવાયા

ઓરિસ્સાના ફાની તોફાનની સીધી અસર વલસાડમાં પડી છે. વાવાઝોડાની અસરને કારણે રેલ વ્યવહાર ખોરવાયો છે. વલસાડથી ઓરિસ્સા જતી પુરી ટ્રેન કેન્સલ કરાઈ છે, જેને કારણે મોટી સંખ્યામાં મુસાફરો અટવાયા છે.
ફાની વાવાઝોડાની ગુજરાતની આ ટ્રેનને થઈ સીધી અસર, સ્ટેશન પર મુસાફરો અટવાયા

જય પટેલ/વલસાડ :ઓરિસ્સાના ફાની તોફાનની સીધી અસર વલસાડમાં પડી છે. વાવાઝોડાની અસરને કારણે રેલ વ્યવહાર ખોરવાયો છે. વલસાડથી ઓરિસ્સા જતી પુરી ટ્રેન કેન્સલ કરાઈ છે, જેને કારણે મોટી સંખ્યામાં મુસાફરો અટવાયા છે.

ફેની વાવાઝોડુ ઓરિસ્સા તરફ ફંટાઈ જતા 250 કિલોમીટરની સ્પીડે ત્રાટકશે. ત્યારે અગમચેતીના ભાગરૂપે દેશભરની 100થી વધુ ટ્રેનો કેન્સલ કરાઈ છે. ત્યારે વલસાડથી રાત્રે ઉપડતી 8.15 વાગ્યાની વલસાડ-પુરી એક્સપ્રેસ ટ્રેન કેન્સલ કરાઈ છે. ઓરિસ્સામાં ફાની તોફાનની આગાહીને પગલે પશ્ચિમ રેલવે દ્વારા વલસાડ-પુરી એક્સપ્રેસ ટ્રેનને રદ કરાઈ છે. રાત્રે ટ્રેન ઉપડવાના અડધા કલાક પહેલા જ મુસાફરોને જાણ કરતા મુસાફરો ગિન્નાયા હતા.

ValsadRailwayStation.JPG

નારાજ મુસાફરો અગાઉ જાણ ન કરાતા સ્ટેશન પર ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારે અકળાયેલા મુસાફરોને માંડ માંડ શાંત પાડવામાં આવ્યા હતા. તો વાપી, ઉમરગામ ,દમણ, સેલવાસથી આવેલા મુસાફરોને સ્ટેશન પર રહેવાની ફરજ પડી હતી. 

ગુજરાતના ખેડૂતોની આક્રમક લડત સામે PepsiCo ઘૂંટણિયે પડ્યું, પરત ખેંચશે કેસ

ફાનીનો આતંક
સમુદ્રકાંઠાવાળા રાજ્ય ઓડિશામાં સાઈક્લોન ફાનીના કારણે વરસાદ અને ઝડપથી  ફૂંકાતા પવન વચ્ચે સરકારે 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલી દીધા છે અને લોકોને શુક્રવારે ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. આ તોફાન પુરીના દરિયાકાંઠે શુક્રવારે સવારે સાડા નવ કલાકે ટકરાય તેવી પૂરી શક્યતા છે. અત્યંત પ્રચંડ ચક્રવાત ઓડિશાના તટ તરફ આગળ વધી રહ્યું છે અને તે અંદાજિત સમય બપોરે 3 વાગ્યાથી ઘણું વહેલું સવારે જ દરિયાકાંઠે ટકરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news