હે ભગવાન! આ શું સ્થિતિ...એક દર્દીના પરિજનોએ બીજા દર્દીને લેવા જઈ રહેલી એમ્બ્યુલન્સ હાઈજેક કરી, બંનેના મોત 

કોરોના (Corona Virus) મહામારી વચ્ચે મેડિકલ સુવિધાઓના અભાવે સ્થિતિને બદથી બદતર કરી નાખી છે. હાલાત એવા થઈ ગયા છે કે લોકો પોતાના માણસોના જીવ બચાવવાની કોશિશમાં બીજાના જીવના દુશ્મન બની  બેઠા છે.

હે ભગવાન! આ શું સ્થિતિ...એક દર્દીના પરિજનોએ બીજા દર્દીને લેવા જઈ રહેલી એમ્બ્યુલન્સ હાઈજેક કરી, બંનેના મોત 

લખનૌ: કોરોના (Corona Virus) મહામારી વચ્ચે મેડિકલ સુવિધાઓના અભાવે સ્થિતિને બદથી બદતર કરી નાખી છે. હાલાત એવા થઈ ગયા છે કે લોકો પોતાના માણસોના જીવ બચાવવાની કોશિશમાં બીજાના જીવના દુશ્મન બની  બેઠા છે. આવો જ એક મામલો લખનૌથી સામે આવ્યો છે. અહીં બાલાગંજની એક હોસ્પટિલમાં દાખલ  ર્દીને ઓક્સિજન ન મળવાના કારણે જ્યારે તેને બીજી હોસ્પિટલ લઈ જવા માટે પરિજનોએ એમ્બ્યુલન્સ બોલાવી તો એમ્બ્યુલન્સને રસ્તામાં એક અન્ય ગંભીર દર્દીના પરિજનોએ હાઈજેક કરી લીધી. આ ઘટનાનું સૌથી દુખદ પાસું એ છે કે જે દર્દી માટે એમ્બ્યુલન્સ હાઈજેક કરાઈ તેનું રસ્તામાં મોત થઈ ગયું અને જેને લઈને આ એમ્બ્યુલન્સ જઈ રહી હતી તેનો પણ જીવ ઓક્સિજનની રાહ જોવામાં જતો રહ્યો. 

Ambulance રવાના થઈ પણ પહોંચી નહીં
હિન્દુસ્તાનના રિપોર્ટ મુજબ શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે બાલાગંજના રહીશ દર્દી વિનયકુમારની સારવાર યુનિક હોસ્પિટલમાં ચાલુ હતી.તેમના પરિજનોએ જણાવ્યું કે હોસ્પિટલ પાસે બુધવારે ઓક્સિજન ખુટી ગયો. ખુબ કોશિશ કરવા છતાં જ્યારે ઓક્સિજન ન મળ્યો તો હોસ્પિટલે બે કલાકમાં અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવાની સલાહ આપી. જેના પર  વિનયના સંબંધી સંતોષે એમ્બ્યુલન્સ માટે 108 પર ફોન કર્યો. તમામ પ્રયત્નો બાદ તેમની અરજી નોંધાઈ અને એમ્બ્યુલન્સ હોસ્પિટલ માટે રવાના થવાની સૂચના મળી. પરંતુ તે હોસ્પિટલ પહોંચી જ નહીં. 

અધવચ્ચે જ રોકી લેવાઈ એમ્બ્યુલન્સ
એમ્બ્યુલન્સના ડ્રાઈવરે પીડિત પરિવારને સૂચના આપી કે થોડીવારમાં એમ્બ્યુલન્સ પહોંચી જશે. આ બધા વચ્ચે કેમ્પવેલ રોડ પર લાલ મસ્જિદ અને પેટ્રોલ પંપની વચ્ચે કેટલાક લોકોએ અચાનક એમ્બ્યુલન્સનો રસ્તો રોકી લીધો. બાઈકથી આવેલા યુવકોએ એમ્બ્યુલન્સને ચારેબાજુથી ઘેરી લીધી અને થોભતા જ ડ્રાઈવર પાસેથી ચાવી ઝૂંટવી લીધી. ત્યારબાદ તેમણે પોતાના મહિલા દર્દીને તરત ઓક્સિજન લગાવીને ડ્રાઈવરને હોસ્પિટલ લઈ જવા કહ્યું. એમ્બ્યુલન્સના ડ્રાઈવરે કહ્યું કે તે લોકો મહિલાને પહેલા એરા મેડિકલ અને ત્યારબાદ બીજી હોસ્પિટલોમાં લઈ જાય પરંતુ તેને ક્યાંય દાખલ કરાઈ નહીં. ત્યાં સુધીમાં એમ્બ્યુલન્સના સિલિન્ડરનો ઓક્સિજન પણ ખતમ થઈ ગયો અને મહિલાનો જીવ જતો રહ્યો. 

45 મિનિટનો ઈન્તેજાર અને પછી મળ્યું મોત
આ બાજુ વિનયકુમારના પરિજનો એમ્બ્યુલન્સની રાહ જોતા રહ્યા. તેમને જાણકારી નહતી કે જે એમ્બ્યુલન્સની તેઓ રાહ જોઈ રહ્યા છે તે હાઈજેક થઈ ગઈ છે. ખુબ રાહ જોયા બાદ વિનયના પરિજનોએ ફરીથી 108 પર કોલ કર્યો. લગભગ 45 મિનિટ બાદ બીજી એમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચી. પરંતુ ત્યાં સુધીમાં તો વિનયકુમારનું મોત થઈ ગયું હતું. નોંધનીય છે કે દેશભરમાં હાલ બેડ, ઓક્સિજન, ઈન્જેક્શન અને એમ્બ્યુલન્સ ન મળવાની ફરિયાદો આવી રહી છે. ઓક્સિજનના અભાવે અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news