Corona virus: તમામ સરકારી ઓફીસ માટે નવી ગાઇડલાઇન? વાયરલ થઇ રહેલા મેસેજનું સત્ય

કોરોના વાયરસ (Corona Virus) સંકટના સમયે સોશિયલ મીડિયા(Social Media) પર અફવાઓનું બજાર ગરમ રહે છે. ફેસબુક (Facebook)થી માંડીને વ્હોટ્સએપ સુધી અનેક ખોટા મેસેજ વાયરલ થઇ રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર એક મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે, આ વાયરલ મેસેજનું સત્ય પીઆઇબીની ફેક્ટ ચેક ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
Corona virus: તમામ સરકારી ઓફીસ માટે નવી ગાઇડલાઇન? વાયરલ થઇ રહેલા મેસેજનું સત્ય

નવી દિલ્હી : કોરોના વાયરસ (Corona Virus) સંકટના સમયે સોશિયલ મીડિયા(Social Media) પર અફવાઓનું બજાર ગરમ રહે છે. ફેસબુક (Facebook)થી માંડીને વ્હોટ્સએપ સુધી અનેક ખોટા મેસેજ વાયરલ થઇ રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર એક મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે, આ વાયરલ મેસેજનું સત્ય પીઆઇબીની ફેક્ટ ચેક ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

કોરોના વાયરના સતત વધી રહેલા કેસની વચ્ચે સરકારે તમામ કેન્દ્રીય સરકારી કાર્યાલય માટે ગાઇડ લાઇન બહાર પાડી છે. વાયરલ થઇ રહેલા સર્કુલરમાં કર્મચારીઓ માટે કેટલીક સાવધાનીઓ  જણાવવામાં આવી છે. જેમ કે કર્મચારીઓ હળવી ઉધર, તાવ કે કફ જેવા લક્ષણ હોય તો તેઓ ઘરે જ રહે. આ ઉપરાંત કન્ટેનમેન્ટ ઝોનમાં રહેનારા કર્મચારીઓ ઘરથી જ કામ કરશે. જ્યા સુધી તેમનો વિસ્તાર કટેનમેન્ટ જોનની શ્રેણીથી બહાર નથી આવી જતું. સર્કુલરમાં લખવામાં આવ્યું છે કે, એક દિવસમાં 20થી વધારે કર્મચારી/અધિકારી ઓફીસમાં હાજર ન હોય. આ દ્રષ્ટીએ કર્મચારીઓનું રોસ્ટર બને. બાકીના કર્મચારીઓ સાથે જ કામ કરે. 

— PIB Fact Check (@PIBFactCheck) June 9, 2020

સર્કુલરમાં કર્મચારીઓને માસ્ક અને શીલ્ડ પહેરવાની સાથે હાથ ધોવા અને જરૂરી સામાનો જેવી એક રિમોટ, કોમ્પ્યુટરનાં કી બોર્ડ, માઉસ વગેરે દર કલાકે સેનેટાઇઝ કરવા માટેના નિર્દેશ પણ અપાયા છે. 

શું છે સત્ય
પીઆઇબીની ફેક્ટ ચેક ટીમના અનુસાર આ મેસેજ તંત્ર સુધાર અને લોક ફરિયાદ વિભાગ (DARPG) એ બહાર પાડ્યો છે. તે ભારત સરકારની ઓફીસો પર લાગુ પડતો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news