Fact check: કેન્દ્રીય કર્મચારીઓની નિવૃતિની ઉંમર 60 વર્ષથી ઓછી કરવા જઇ રહી છે મોદી સરકાર?

Central Government Employees Retirement Age Fact check: એક હિન્દી ન્યૂઝ પેપરના અહેવાલનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વય ઘટાડવા જઈ રહી છે. જાણો શું છે સચ્ચાઇ... 

Fact check: કેન્દ્રીય કર્મચારીઓની નિવૃતિની ઉંમર 60 વર્ષથી ઓછી કરવા જઇ રહી છે મોદી સરકાર?

Central Government Employees Retirement Age Fact check: હિન્દી સમાચારપત્રના અહેવાલનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મોદી સરકાર નિવૃત્તિના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. જે અંતર્ગત કર્મચારીઓ બે રીતે નિવૃત્ત થશે. કાં તો 60 વર્ષની ઉંમરે અથવા 33 વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી. એટલે કે, જો કોઈ વ્યક્તિની ઉંમર 60 વર્ષની નથી, પરંતુ તેણે 33 વર્ષની સેવા પૂરી કરી છે, તો તેને નિવૃત્ત કરવામાં આવશે.

અમે આ સમાચારોનું ફેક્ટ ચેક કર્યું. અમારા રિસર્ચમાં આ દાવો સંપૂર્ણપણે ખોટો હોવાનું બહાર આવ્યું છે. હકિકતમાં જે સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે તે 2019માં અખબારમાં પ્રકાશિત એક સમાચારનો છે. જેમાં કેન્દ્ર સરકારની નિવૃત્તિ યોજના અંગે પાયાવિહોણી અટકળો લગાવવામાં આવી હતી. તારીખ બદલીને આ જ સમાચાર ફરીથી વાયરલ કરવામાં આવી રહ્યા છે. નિવૃત્તિ વયમર્યાદામાં ફેરફાર અંગે કેન્દ્ર સરકારની આવી કોઈ યોજના નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news