ફેસબુકની સર્જીકલ સ્ટ્રાઇક: કોંગ્રેસનાં 687 પેજ હટાવી દીધા, 103 પાકિસ્તાની પેજ પણ હટ્યા
ફેસબુકે કહ્યું કે, તપાસ દરમિયાન સામે આવ્યું કે, ફેક પેજમાં લોકલ ન્યુઝ ઉપરાંત ભાજપ અને વડાપ્રધાન મોદીની ટીકા કરવામાં આવતી હતી
Trending Photos
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી માટેના પ્રથમ તબક્કાના મતદાનમાં થોડા જ દિવસો બાકી છે, બીચી તરફ ફેસબુકે કોંગ્રેસ સાથે જોડાયેલા 687 પેજને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે. સોમવારે સોશિયલ મીડિયા કંપનીએ કહ્યું કે, અપ્રમાણિક વ્યવહારના કારણે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી સાથે જોડાયેલા પેજ હટાવવામાં આવ્યા છે. ફેસબુકે સંભવત પહેલીવાર આ પ્રકારની કાર્યવાહી કરી છે. જ્યારે કોઇ મોટી રાજનીતિક પાર્ટી સાથે જોડાયેલા પેજને હટાવવામાં આવ્યા હોય. ફેસબુકે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ પેજમાં તેની પ્રકાશિત સામગ્રીનાં બદલે તેનાં અનઓથેન્ટિક બિહેવિયર એટલે કે અપ્રમાણીક માહિતીના કારણે આ પેજ હટાવવામાં આવ્યા છે.
ભારતમાં વિશ્વનાં સૌથી વધારે 30 કરોડ ફેસબુક યુઝર છે. ફેસબુકે કહ્યું કે, તપાસ દરમિયાન સામે આવ્યું કે, લોકોએ ફેક એકાઉન્ટ બનાવ્યા અને અલગ અલગ ગ્રુપ્સ સાથે જોડાઇને કોન્ટેન્ટ ફેલાવ્યું અને લોકોની વચ્ચે સંપર્ક વધારવાનું કામ કર્યું. ફેસબુકે કહ્યું કે, આ ફેક પેજમાં લોકલ ન્યૂઝ ઉપરાંત મુખ્ય વિપક્ષી દળ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા પણ કરવામાં આવતી હતી.
ફેસબુકના સાઇબર સિક્યોરિટી પોલિસી હેટ નાથનેલ ગ્લેચિયરે કહ્યું કે, લોકોએ પોતાની ઓળખ છુપાવીને આ કામ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ અમે તપાસ દરમિયાન સામે આવ્યું કે, આ પેજ કોંગ્રેસનાં આઇટી સેલ સાથે જોડાયેલા લોકોનાં હતા. તેમણે કહ્યું કે, આ એકાઉન્ટ્સને કોન્ટેન્ટ નહી પરંતુ અપ્રમાણિક વ્યવહારનાં કારણે હટાવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં 11 એપ્રીલથી 19 મે સુધી 7 તબક્કામાં લોકસભા ચૂંટણી થવા જઇ રહી છે. 23 મેના રોજ પરિણામોની જાહેરાત થવાનાં છે. ફેસબુકે હટાવાયેલા પેજના બે સેમ્પલ પણ રજુ કર્યા છે. જેમાં વડાપ્રધાન મોદીનાં પ્રયાસોની ટીકા કરવામાં આવી અને કોંગ્રેસ અને તેના અધ્યક્ષ રાહુલ ગાંધીનુ સમર્થન કરવા માટેની અપીલ કરવામાં આવી હતી.
પાકિસ્તાની સેનાનાં 103 પેજ પણ હટાવ્યા
સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપનીએ કહ્યું કે, તેણે પાકિસ્તાની સેનાના જનસંપર્ક વિભાગ સાથે જોડાયેલા 103 પેજ પણ હટાવવાનો નિર્ણય લીધો છે. તેનું સંચાલન પાકિસ્તાનથી જ થઇ રહ્યું હતું. સમગ્ર વિશ્વમાં અનેક ઓથોરિટીએ ફેસબુક પર રાજનીતિક લાભ ઉઠાવવા માટે નકલી માહિતી ફેલવનારા એકાઉન્ટ્સ પર એક્શન લેવા દબાણ કર્યું હતું. જેના પગલે ફેસબુકે પણ "સફાઇ અભિયાન' ની શરૂઆત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે