FabIndia ના Jashn-e-Riwaaz અભિયાન પર હંગામો, #BoycottFabIndia ની ઉઠી માંગ

FabIndia કંપનીના 'Jashn-e-Riwaaz' અભિયાને હંગામો મચાવ્યો છે. સોશિયલ મીડિયા પર સવારથી જ #BoycottFabIndia ટ્રેન્ડ કરી રહ્યું છે. આ વિવાદ કપડાં, ઘરની સજાવટ અને જીવનશૈલી ઉત્પાદનો સાથે સંબંધિત કંપની ફેબ ઇન્ડિયાનું ટ્વીટ હતું - 'અમે પ્રેમ અને પ્રકાશના તહેવારનું સ્વાગત કરીએ છીએ

FabIndia ના Jashn-e-Riwaaz અભિયાન પર હંગામો, #BoycottFabIndia ની ઉઠી માંગ

નવી દિલ્હી: FabIndia કંપનીના 'Jashn-e-Riwaaz' અભિયાને હંગામો મચાવ્યો છે. સોશિયલ મીડિયા પર સવારથી જ #BoycottFabIndia ટ્રેન્ડ કરી રહ્યું છે. આ વિવાદ કપડાં, ઘરની સજાવટ અને જીવનશૈલી ઉત્પાદનો સાથે સંબંધિત કંપની ફેબ ઇન્ડિયાનું ટ્વીટ હતું - 'અમે પ્રેમ અને પ્રકાશના તહેવારનું સ્વાગત કરીએ છીએ. ફેબ ઇન્ડિયા તરફથી 'જશ્ન-એ-રિવાઝ' કલેક્શન રજૂ છે. પરંતુ રાજકારણીઓથી લઈને સામાન્ય લોકો પણ દિવાળીને 'જશ્ન-એ-રિવાઝ' કહેવા સામે વાંધો ઉઠાવી રહ્યા છે. ટ્વીટર પર ફેબ ઇન્ડિયાનો બહિષ્કાર કરવાની માંગ થઈ રહી છે.

તેજસ્વીએ બહિષ્કારની કરી માંગ
આ મુદ્દે બેંગલુરુના સાંસદ તેજસ્વી સૂર્યા (Tejasvi Surya) એ પણ ટ્વીટ કર્યું છે. તેજસ્વીએ ટ્વીટ કરીને લખ્યું કે, 'દિપાવલીનો તહેવાર 'જશ્ન-એ-રિવાઝ' નથી. તેનો વિરોધ કરવો જોઈએ અને બહિષ્કાર કરવો જોઈએ. ફેબ ઈન્ડિયા જેવી કોઈપણ બ્રાન્ડને આવા કૃત્ય માટે આર્થિક નુકસાન સહન કરવું જોઈએ.

This deliberate attempt of abrahamisation of Hindu festivals, depicting models without traditional Hindu attires, must be called out.

And brands like @FabindiaNews must face economic costs for such deliberate misadventures. https://t.co/uCmEBpGqsc

— Tejasvi Surya (@Tejasvi_Surya) October 18, 2021

— Mohandas Pai (@TVMohandasPai) October 18, 2021

'ધાર્મિક તહેવારનો નાશ કરવાનો પ્રયાસ'
ફેબ ઇન્ડિયાના 'Jashn-e-Riwaaz' અભિયાન પર પદ્મશ્રી અને મણિપાલ ગ્લોબલ એજ્યુકેશનના ચેરમેન મોહનદાસ પાઇએ પણ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે Twitter પર લખ્યું, 'દિવાળી પર ફેબ ઇન્ડિયાનું ખૂબ જ શરમજનક નિવેદન! આ એક હિન્દુ ધાર્મિક તહેવાર છે જેવા કે ક્રિસમસ અને ઈદ અન્ય લોકો માટે છે! આવા નિવેદન ધાર્મિક તહેવારને નષ્ટ કરવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ દર્શાવે છે!'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news