રાજકોટ ભાજપના આ નેતાઓ સુધી પહોંચ્યો છે રેલો? જાહેરમાં આવીને એક જ સ્ક્રીપ્ટ વાંચી

અગ્નિકાંડની વિકરાળ જ્વાળાઓ 27 જિંદગીઓને ભરખી ગઈ. કૌભાંડી બાબુઓ અને ભ્રષ્ટ નેતાઓના પાપે જ આ અગ્નિકાંડ થયો. સરકારે SITની રચના કરી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે, તપાસ શરૂ થયા પછી બાદ સત્તાધીશો સામે પણ શંકાની સોઈ ઉઠી રહી છે..

રાજકોટ ભાજપના આ નેતાઓ સુધી પહોંચ્યો છે રેલો? જાહેરમાં આવીને એક જ સ્ક્રીપ્ટ વાંચી

ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટ અગ્નિકાંડની ઘટના પછી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. હજુ તપાસ ચાલુ છે, સૌથી મોટી વાત એ છે કે એક પણ સત્તાધીશ હજુ સુધી પકડાયો નથી. પરંતુ તપાસનો રેલો તેમને દ્વાર પણ પહોંચી શકે છે, ત્યારે ભાજપના એક પછી એક નેતાઓ પ્રગટ થઈને મીડિયા સમક્ષ નિવેદ આપી પોતે નિર્દોષ હોવાના દાવા કરી રહ્યા છે. જુએ એક પછી એક પ્રગટ થયેલા રાજકોટ ભાજપના નેતાઓનો આ અહેવાલ....

  • કેમ એક પછી એક પ્રગટ થવા લાગ્યા ભાજપના નેતાઓ?
  • અધિકારીઓ સાથે ભાજપ નેતાઓનું પણ છે સેટિંગ?
  • અગ્નિકાંડના આરોપીઓ સાથે નેતાઓની હતી મિલીભગત?

EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ગઠબંધનનું વળ્યું પીલ્લું! ગુજરાતમા ફરી મિશન 26 થશે સાકાર

અગ્નિકાંડની વિકરાળ જ્વાળાઓ 27 જિંદગીઓને ભરખી ગઈ. કૌભાંડી બાબુઓ અને ભ્રષ્ટ નેતાઓના પાપે જ આ અગ્નિકાંડ થયો. સરકારે SITની રચના કરી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે, તપાસ શરૂ થયા પછી બાદ સત્તાધીશો સામે પણ શંકાની સોઈ ઉઠી રહી છે જેના કારણે હવે રેલો ભાજપ નેતાઓ સુધી પહોંચે તો પણ નવાઈ નહીં અને તેના જ કારણે કદાચ ભાજપના એક પછી એક નેતાઓ મીડિયા સમક્ષ આવીને પત્રકારોના આકરા સવાલોનો સામનો કરી રહ્યા છે. સૌથી પહેલા ભાજપના મંત્રી ભાનુ બાબરિયા આવ્યા, બાબરિયાએ તો મગરના આંસુ પાડ્યા અને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો.

રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી પણ મીડિયા સમક્ષ આવ્યા. તેમની સામે TRP ગેમઝોનના માલિકો સાથે સંબંધ હોવાના આક્ષેપ લાગ્યા હતા. મીડિયા સમક્ષ આવીને તેમણે કહ્યું કે, મારે ગેમિંગ ઝોનના માલિકો સાથે કોઈ સંબંધ નથી. સાથે જ એવી પણ તૈયારી બતાવી કે આગકાંડમાં સંડોવણી બહાર આવી તો જાહેર જીવન છોડવાની તૈયારી બતાવી.

તો સૌથી વધુ ચર્ચાસ્પદ નિવેદન રાજકોટ દક્ષિણના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલનું જોવા મળ્યું. તેમણે દાવો કર્યો કે જો મારુ નામ આ સંડોવણીમાં આવ્યું તો હું આ ધરતી પર નહીં હોઉં. ગોવિંદ પટેલે ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી. સાથે જ ભાજપ નેતાઓનું જે કોમન નિવેદન છે તે SIT તપાસ કરી રહી છે તે પણ વાગોળ્યું અને કહ્યું કે, જેની પણ સંડોવણી હશે તેની સામે પગલાં લેવામાં આવશે. તપાસનો ધમધમાટ શરૂ થયા બાદ રાજકોટ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટિના પૂર્વ ચેરમેન પુષ્કર પટેલ પણ મીડિયા સમક્ષ આવીને પોતાની ક્યાંય સંડોવણી નથી તેવું નિવેદન આપ્યું. સાથે જ આરોપીઓને કડક સજા થાય તેવી માંગણી કરી....

રાજકોટમાં ભાજપના નેતાઓ પ્રગટ થયા છે. એક બાદ એક નેતાઓ મીડિયાા સમક્ષ આવીને ખુલાસો આપી રહ્યા છે.. નેતાઓ કહી રહ્યા છે અમારી કોઈ સંડોવણી નથી નેતાજીઓ કહી રહ્યા છે કે જો અમારી સંડોવણી નીકળશે તો અમે રાજકારણ છોડી દઈશું પરંતુ માત્ર રાજકારણ છોડી દેવાથી કંઈ નહીં ચાલે...તમારે જેલના સળિયા પાછળ જવું પડશે. જો તમે કસુરવાર નીકળ્યા તો જેલના રોટલા તમારે પણ તોડવા પડશે તે નક્કી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news