દિલ્લીમાં કોરોનાને કંટ્રોલ કરવાની કવાયત તેજ, મોબાઈલ વેન 500 રૂપિયામાં કરશે RT-PCR ટેસ્ટ


દિલ્લીમાં કોરોનાના સતત વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને ટેસ્ટિંગ વધારવા માટે ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને RT-PCR મોબાઈલ ટેસ્ટિંગ લેબોરેટરીની શરૂઆત કરાવી.
 

 દિલ્લીમાં કોરોનાને કંટ્રોલ કરવાની કવાયત તેજ, મોબાઈલ વેન 500 રૂપિયામાં કરશે RT-PCR ટેસ્ટ

નવી દિલ્લી: કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આંકડાઓની વચ્ચે એક સારા સમાચાર એ છે કે દિલ્લીમાં RT-PCR ટેસ્ટ હવે 500 રૂપિયાનો ખર્ચ કરીને મોબાઈલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં કરાવી શકાય છે. આ ટેસ્ટના પરિણામ પણ લોકોને તે જ દિવસે મળી જશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ટેસ્ટના પરિણામ 6 કલાકની અંદર લોકોને મળી જશે.

દિલ્લીમાં કોરોનાના સતત વધતા કેસને ધ્યાનમાં રાખીને ટેસ્ટિંગ વધારવા માટે ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને RT-PCR મોબાઈલ ટેસ્ટિંગ લેબોરેટરીની શરૂઆત કરાવી. કોરોના ટેસ્ટિંગ માટે ICMRએ દેશમાં સ્પાઈસ જેટના સ્પાઈસ હેલ્થની સાથે પ્રાઈવેટ ભાગીદારીની સાથે તેને શરૂ કરી છે. RT-PCR મોબાઈલ ટેસ્ટિંગ લેબોરેટરીના માધ્યમથી પ્રયાસ છે કે  જે વિસ્તારોમાં કોવિડના કેસ વધારે થવાની સંભાવના છે. ત્યાં વેનને લઈ જઈને લોકોનો ટેસ્ટ તે સ્થળે કરવામાં આવે.

આખા દિલ્લીમાં એક અઠવાડિયામાં આ પ્રકારની 10 મોબાઈલ ટેસ્ટિંગ લેબોરેટરી કામ કરવાનું શરૂ કરી દેશે. એક મોબાઈલ ટેસ્ટિંગ લેબોરેટરી 3000 સેમ્પલ લઈ જઈ શકે છે. એટલે 10 વેનથી 30 હજાર સેમ્પલ એકત્ર કરવામાં આવી શકે છે. ICMR સાથે મળીને સ્પાઈસ હેલ્થનો ઉદ્દેશ્ય 1 મહિનાની અંદર આવી 10 મોબાઈલ વેન તૈયાર કરવાનો છે. એટલે 1 દિવસમાં RT-PCR ટેસ્ટ 60,000 સુધી કરી શકાય. આ એક મોટો આંકડો છે. કેમ કે દિલ્લીમાં અત્યાર સુધી રેપિડ ટેસ્ટને જોડીને 30,000 ટેસ્ટ જ રોજ કરી શકાય છે.

Corona: ક્યાંક એવું ન બને કે જ્યાં પાણી ઓછું હોય ત્યાં જ નાવડી ડૂબી જાય-PM મોદી 

મોબાઈલ લેબોરેટરીના માધ્યમથી થનારા આર્ટિફિશિયલ ટેસ્ટમાં સેમ્પલનું પરિણામ 6 કલાકની અંદર મળી જશે. સ્પાઈસજેટના સીએમડી અજય સિંહે વાત કરતાં કહ્યું કે દિલ્લીમાં હાલમાં કોરોના ટેસ્ટને વધારવાની સૌથી વધારે જરૂરિયાત છે. અને ICMRની સાથે કામ કરીને અમે લોકોની સમસ્યાને દૂર કરીશું. જો આ મોડલ દિલ્લીમાં સફળ રહેશે તો દેશના બીજા રાજ્યોમાં પણ તેને લાગુ કરી શકાય તેમ છે.

સ્પાઈસ હેલ્થના સીએમડી અવનીશ સિંહે કહ્યું કે અમે તેને લઈને ખૂબ ઉત્સાહિત છીએ. અમારી પાસે 100થી વધારે વિશેષજ્ઞોની ટીમ છે. જેને અમે સતત વધારી રહ્યા છીએ. અમને આશા છે કે કોરોનાના સતત વધતા કેસને રોકવા માટે આ ટેસ્ટિંગ અત્યંત જરૂરી અને ઉપયોગી સાબિત થશે. આ ટેસ્ટ સામાન્ય લોકો પણ કરાવી શકે તેના માટે તેની કિંમત 500 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે પ્રાઈવેટ લેબમાં આ ટેસ્ટને કરાવવા પર બેથી અઢી હજાર રૂપિયા વસૂલ કરવામાં આવે છે. જો ટેસ્ટની સંખ્યા સતત વધતી જશે તો 500 રૂપિયાની રકમને પણ ઓછી કરી શકાય તેમ છે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news