અરૂણાચલમાં યુદ્ધાભ્યાસ અંગે ભારતનો સ્પષ્ટ જવાબ, શીની મુલાકાત સાથે કોઇ સંબંધ નહી

અરૂણાચલ પ્રદેશમાં સેનાના યુદ્ધાભ્યાસ મુદ્દે ચીનનાં વિરોધ અંગે ભારતે જવાબ આપ્યો છે. ભારતીય સંરક્ષણ સુત્રોએ શનિવારે કહ્યું કે, આ ચીની રાષ્ટ્રપતિ શી ચિનફિંગના આગામી ભારતીય મુલાકાત સાથે કોઇ સંબંધ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અનૌપચારિક વાતચીત માટે ભારત આવી રહેલા શી ચિનફિંગની મુલાકાત પહેલા આ યુદ્ધાભ્યાસનો ચીને વિરોધ કર્યો હતો. આ અંગે ભારતીય પક્ષે કહ્યું કે, હિમ વિજય યુદ્ધાભ્યાસનું પ્રેસિડેન્ટ ચિનફિંગ સાથે કોઇ જ સંબંધ નથી.
અરૂણાચલમાં યુદ્ધાભ્યાસ અંગે ભારતનો સ્પષ્ટ જવાબ, શીની મુલાકાત સાથે કોઇ સંબંધ નહી

નવી દિલ્હી : અરૂણાચલ પ્રદેશમાં સેનાના યુદ્ધાભ્યાસ મુદ્દે ચીનનાં વિરોધ અંગે ભારતે જવાબ આપ્યો છે. ભારતીય સંરક્ષણ સુત્રોએ શનિવારે કહ્યું કે, આ ચીની રાષ્ટ્રપતિ શી ચિનફિંગના આગામી ભારતીય મુલાકાત સાથે કોઇ સંબંધ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અનૌપચારિક વાતચીત માટે ભારત આવી રહેલા શી ચિનફિંગની મુલાકાત પહેલા આ યુદ્ધાભ્યાસનો ચીને વિરોધ કર્યો હતો. આ અંગે ભારતીય પક્ષે કહ્યું કે, હિમ વિજય યુદ્ધાભ્યાસનું પ્રેસિડેન્ટ ચિનફિંગ સાથે કોઇ જ સંબંધ નથી.

PM મોદીએ બેંકોને કહ્યું,રેપો રેટ ઘટ્યો તેનો ફાયદો લોકોને મળે: જાવડેકર
ચીન સાથે લગતી વાસ્તવિક સીમા રેખાથી 100 કિલોમીટર દુર 14 હજાર ફુટની ઉંચાઇ પર થઇ રહેલા અભ્યાસમાં ત્રણ યુદ્ધ સમુહનો હિસ્સો લઇ રહ્યા છે. તેમાં કુલ 12 હજાર સૈનિકોનો સમાવેશ થાય ચે. 25 ઓક્ટોબરે સમાપ્ત થઇ રહેલા આ યુદ્ધાભ્યાસ તવાંગ નજીક અરૂણાચલ પ્રદેશમાં અનેક તબક્કાઓમાં કરવામાં આવી રહ્યું છે. ભારતીય સુત્રોનું કહેવું છે કે આ યુદ્ધાભ્યાસની યોજના ખુબ જ લાંબા સમય પહેલા બની હતી. તેમણે કહ્યું કે, આ યુદ્ધાભ્યાસ સૈનાને એક એવા સ્થળ પર  શિયાળો અને ત્યાર બાદની સ્થિતીમાં જળવાઇ રહેવા માટે કરાવવામાં આવી રહ્યું છે. ઇસ્ટર્ન કમાન્ડની તમામ ટીમોમાંથી કેટલાક સૈનિકોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ફિમેલ પ્રેશર પોઇન્ટ ટચ કરતાની સાથે જ મળશે Best Orgasm
સીમા વિવાદ અંગે બંન્ને દેશોમાં 20 રાઉન્ડ મંત્રણા
સેના તરફથી નવી રચાયેલી 17 મી કોપ્સમાં સમાવિષ્ટ સૈનિક અહીં યુદ્ધાભ્યાસ કરી રહ્યા છે, જેને દુરનાં પહાડી વિસ્તારમાં ઓપરેશન્સની જવાબદારી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચીન અરૂણાચલ પ્રદેશને દક્ષિણી તિબેટ જણાવવામાં આવી રહ્યું છે. ભારતે હંમેશા આ વાત કરી કે અરૂણાચલ પ્રદેશ અમારુ અવિભાજ્ય અંગ છે. બંન્ને દેશોની વચ્ચે સીમા વિવાદના ઉકેલ માટે 20 રાઉન્ડ કરતા પણ વધારે વાતચીત થઇ ચુકી છે.

મિઝોરમની રાજધાની આઇજોલમાં 2021 સુધીમાં બ્રોડગેજ રેલવે લાઇન નંખાશે: શાહ
ડોકલામ વિવાદ બાદ થઇ હતી મોદી-શી મુલાકાત
ઉલ્લેખનીય છે કે, શી ચિનફિંગ આવતા અઠવાડીયે ભારત આવવાની સંભાવના છે. જો કે હાલ તેમના આવવાની તારીખ નક્કી નથી થઇ. શી ચિનફિંગના વડાપ્રધાન મોદી સાથે ભારતની મુલાકાત અંગે પહેલી મુલાકાત દરમિયાન બંન્ને દેશો વચ્ચે રણનીતિક સહયોગ પર સંમતી સધાઇ હતી. પહેલી મંત્રણા ડોકલામમાં બંન્ને દેશોની સેનાઓનાં 73 દિવસ સુધી સામ સામે આવી જવા અને અવરોધ બાદ થઇ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news