Congress માં બળવા અંગે ખટ્ટરનો વ્યંગ: કોંગ્રેસ હરિયાણામાંથી સાફ થઇ જશે

મહારાષ્ટ્ર બાદ હરિયાણામાં ચૂંટણી પહેલા કોંગ્રેસનો કલહ સામે આવી ચુક્યો છે, પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અશોક તંવરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું

Congress માં બળવા અંગે ખટ્ટરનો વ્યંગ: કોંગ્રેસ હરિયાણામાંથી સાફ થઇ જશે

કરનાલ : મહારાષ્ટ્ર બાદ હરિયાણા વિધાનસભા ચૂંટણી (Haryana assembly elections 2019) પહેલા કોંગ્રેસનો કલહ સ્પષ્ટ રીતે સામે આવી ચુક્યો છે. પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અશોક તંવરે (Ashok Tanwar) પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તંવરે કોંગ્રેસમાં જુથવાદ અને ટિકિટ વહેંચવાનો આરોપ લગાવ્યો છે. તંવરે ભુપિંદર સિંહ હુડ્ડા (Bhupinder Singh Hooda) અને ગુલાબ નબી આઝાદ પર નિશાન સાધતા કહ્યું કે, કેટલાક લોકો હરિયાણાને કોંગ્રેસ મુક્ત કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે (Manohar Lal Khattar)  કોંગ્રેસમાં ચાલી રહેલા ધમાસાણ અંગે વ્યંગ કરતા કહ્યું કે, કોંગ્રેસમાં કાર્યકર્તાઓ અને નેતાઓને એક બીજા પર વિશ્વાસ જ નથી. કોંગ્રેસનો હરિયાણામાંથી સફાયો થઇ જશે.

અરૂણાચલમાં યુદ્ધાભ્યાસ અંગે ભારતનો સ્પષ્ટ જવાબ, શીની મુલાકાત સાથે કોઇ સંબંધ નહી
ખટ્ટરે કહ્યું કે, રાજ્ય કોંગ્રેસનાં નેતા ભગવા પાર્ટીના સંપર્કમાં છે, પરંતુ તેઓ માત્ર સ્વચ્છ છબી ધરાવતા લોકોને જ પાર્ટીમાં સમાવેશ કરશે. હરિયાણાની 90 વિધાનસભા સીટોની ચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન થશે. જેના પરિણામ 24 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. મુખ્યમંત્રી ખટ્ટર કરનાલ વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી મેદાનમાં છે.

યુદ્ધમાં શહીદ સૈનિકોનાં પરિવારને મળતી મદદની રકમ વધી, 2ના બદલે મળશે 8 લાખ
આ દરમિયાન પોતાની પાર્ટીની ટિકિટ ફાળવણી અંગે સવાલ ઉઠાવવા અને ભ્રષ્ટાચારનાં આરોપો લગાવનારા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અશોક તંવરે ભાજપ સાથે સંપર્ક સ્થાપિત કર્યાના સવાલ અંગે તેમણે કહ્યું કે, અશોક તંવર દ્વારા લગાવાયેલા આરોપ પહેલીવાર નથી આવ્યા. હવે જનતા અને કોંગ્રેસ નેતા સમજી ચુક્યા છે કે તેમને એવી પાર્ટી સાથે ન રહેવું જોઇએ.

આ ફિમેલ પ્રેશર પોઇન્ટ ટચ કરતાની સાથે જ મળશે Best Orgasm
ખટ્ટરે કહ્યું કે, તેમના ઘણા લોકો અમારી સાથે સંપર્કમાં છે. પરંતુ અમે તેમને કહ્યું કે, અમે માત્ર તે જ નેતાઓનો સમાવેશ કરીશું, જેનો એક સ્વચ્છ ઇતિહાસ હોય. માત્ર એવા લોકોને જ અમારી પાર્ટીમાં લાવવામાં આવશે. જે લોકો ભ્રષ્ટાચારીઓ સંડોવાયેલા છે, તેમના માટે પાર્ટીમાં કોઇ સ્થાન નથી. તેમણે કહ્યું કે, આજે મને ખબર મળી કે ગુરૂગ્રામમાં પણ અનેક કોંગ્રેસ નેતાઓને રાજીનામું આપી દીધું છે. ખટ્ટરે 2014ની વિધાનસભા ચૂંટણીમાં કરનાલ ચૂંટણીમાં કરનાલ સીટ 63 હજાર 773 મતથી જીત્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news