EVM વિવાદ : ECએ જાતે જ સાયબર નિષ્ણાત સામે દિલ્હી પોલિસને FIR નોંધવા જણાવ્યું
ચૂંટણી પંચે દિલ્હી પોલિસને લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે, સૈયદ શુજાએ IPCની ધારા 505(1)નું કથિત રીતે ઉલ્લંઘન કર્યું છે, આ ધારા ભય ફેલાવવા, અફવા ફેલાવા સંબંધિત છે
Trending Photos
નવી દિલ્હીઃ ચૂંટણી પંચે મંગળવારે દિલ્હી પોલીસને એ સ્વયંભુ સાયબર નિષ્ણાત સામે પ્રાથમિક ફરિયાદ નોંધવા જણાવ્યું છે, જેણે દાવો કર્યો છે કે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ગોટાળો થયો હતો અને EVMને હેક કરી શકાય છે.
ચૂંટણી પંચને દિલ્હી પોલિસને લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે, સૈયદ શુજાએ IPCની ધારા 505(1)નું કથિત રીતે ઉલ્લંઘન કર્યું છે, આ ધારા ભય ફેલાવવા, અફવા ફેલાવા સંબંધિત છે.
ચૂંટણી પંચે પોલિસને લંડનના એક કાર્યક્રમમાં સોમવારે શુજા દ્વારા આપવામાં આવેલા નિવેદનની તાત્કાલિક તપાસ કરવા માટે જણાવ્યું છે. શુજાએ જણાવ્યું હતું કે, ભારતના ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) સાથે છેડછાડ શક્ય છે અને 2014ની લોકસભા ચૂંટણીમાં ગોટાળો કરવામાં આવ્યો હતો.
સૈયદ શુજાએ આ સાથે જ સોમવારે એવો આરોપ પણ લગાવ્યો હતો કે, EVM હેક કરી શકાય છે એ બાબત જાણવાને કારણે જ ભાજપના નેતા ગોપીનાથ મુંડેની હત્યા કરવામાં આવી હતી. કેમ કે, તેઓ આ અંગે ઘણું બધું જાણતા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે