ઇથોપિયા પ્લેન ક્રેશ: 4 ભારતીય સહિત 35 દેશના નાગરિકોનાં મોત
ઇથોપિયાની રાજધાની અદીસ અબાબાથી કેન્યાની રાજધાની નૈરોબી જઇ રહેલ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું
Trending Photos
અદીસ અબાબા : ઇથોપિયન એલાઇન્સનું એક વિમાન રવિવારે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. જેમાં 4 ભારતીયો સહિત 157 લોકોનાં મોત નિપજ્યા હતા. રવિવારે સવારે ઇથોપિયાની રાજધાની અદીસ અબાબાથી ઉડ્યન કર્યાનાં થોડા સમય બાદ જ આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. ઇથોપિયન એરલાઇન્સે આ દુર્ઘટનાની માહિતી આપી. હાલ ઇથોપિયન એરલાઇન્સનાં બોઇંગ 737-8 એમએએક્સ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાનું કારણ હજી સુધી બહાર આવ્યું નથી.
Ethiopian Airlines: Four Indians among the 157 people who lost their lives after Addis Ababa-Nairobi flight crashed, earlier today. pic.twitter.com/EcU3YI6FTY
— ANI (@ANI) March 10, 2019
એરલાઇન્સે કહ્યું કે, શોધખોળ અભિયાન ચલાવાઇ રહ્યું છે. હજી સુધી દુર્ઘટનામાં કોઇ જીવિત બચ્યું હોવાની માહિતી મળી નથી. ઇથોપિયાના વડાપ્રધાન કાર્યાલય દ્વારા અપાયેલા નિવેદનમાં કોઇ પીડિત પરિવાર પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. ઇથોપિયાની સરકારી મીડિયા અનુસાર આ વિમાન દુર્ઘટનામાં તમામના મોત નિપજ્યા છે. આ પ્લેનમાં ભારત સહિત કુલ 35 દેશનાં નાગરિકો બેઠા હતા.
આ વિમાન દુર્ઘટનામાં સૌથી વધારે કેન્યાનાં નાગરિકોનાં મોત નિપજ્યા છે. ત્યાર બાદ કેનેડાના યાત્રીઓની સંખ્યા છે. અત્યાર સુધી મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં ભારતનાં 4, કેન્યાનાં 32, કેનેડાનાં 18, ઇથોપિયાનાં 9, ચીનનાં 8, ઇટાલીના 8, અમેરિકાના 8, ફ્રાંસના 7, ઇજીપ્તનાં 6, જર્મનીનાં 5, સ્લોવાકિયાનાં 4 અને રશિયાનાં 4 નાગરિકો સહિત કુલ 35 દેશોનાં નાગરિકોનો સમાવેશ થાય છે.
કેન્યાના પરિવહન મંત્રી જેમ્સ મચારિયાએ જણાવ્યું કે, મૃતક યાત્રીઓનાં પરિવાર અને મિત્રો માટે એક ઇમરજન્સી વ્યવસ્થા બનાવાઇ છે. સમાચાર એજન્સીઓ અનુસાર કેન્યાના રાષ્ટ્રપતિ ઉહુરુ કેન્યાટાએ વિમાનમાં બેઠેલા તમામ મુસાફરોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ઇથોપિયન એલાઇન્સનાં યાત્રી વિમાનની દુર્ઘટના 2010માં થઇ હતી. જેમાં બેરુતથી ઉડ્યન કર્યાની મિનિટોમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં તમામ 90 નાગરિકોનાં મોત નિપજ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે