જીવતે જીવ પોતાના તેરમાની વિધિ કરાવનારા વ્યક્તિનું 2 દિવસ બાદ મોત, 800 લોકોને જમાડ્યા હતા

ઉત્તર પ્રદેશના એટામાં જીવતે જીવ પોતાના ક્રિયાકર્મ કરાવનારા વ્યક્તિનું મોત નિપજ્યું છે. તેના તેરમાની વિધિમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. વિસ્તારમાં તેની ખુબ ચર્ચા પણ થઈ હતી. જો કે ત્યારે કોઈને ખબર નહતી કે તે આટલું જલદી દુનિયાને અલવિદા કરી દેશે.

જીવતે જીવ પોતાના તેરમાની વિધિ કરાવનારા વ્યક્તિનું 2 દિવસ બાદ મોત, 800 લોકોને જમાડ્યા હતા

ઉત્તર પ્રદેશના એટામાં જીવતે જીવ પોતાના ક્રિયાકર્મ કરાવનારા વ્યક્તિનું મોત નિપજ્યું છે. તેના તેરમાની વિધિમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. વિસ્તારમાં તેની ખુબ ચર્ચા પણ થઈ હતી. જો કે ત્યારે કોઈને ખબર નહતી કે તે આટલું જલદી દુનિયાને અલવિદા કરી દેશે. સ્થાનિકો ચોંકી ગયા છે કે બે દિવસ પહેલા જ હસતા રમતા અને પોતાની જ તેરમાની વિધિ કરાવનારા વ્યક્તિનું હવે મોત થઈ ગયું છે. 

અત્રે જણાવવાનું કે એટાના રહિશ વૃદ્ધ હકીમ સિંહે 15 જાન્યુઆરીએ જ પોતાના ક્રિયાકર્મ કરાવ્યા હતા. જીવતે જીવ તેરમાની વિધિ અને પિંડદાન કરાવવા પાછળનું કરાણ જણાવતા હકીમ સિંહે કહ્યું હતું કે પરિવારજનો પરથી તેમનો ભરોસો ઉઠી ગયો છે. મૃત્યુ બાદ તેઓ મારું તેરમું કરશે કે નહીં તેની ખબર નથી. આથી મારા જીવતા જ આ બધી વિધિ કરાવી લીધી. 

હવે આ ઘટનાના ત્રીજા દિવસે જ હકીમ સિંહનું મોત  થઈ ગયું. લોકોનું કહેવું છે કે કદાચ હકીમને પોતાના મોતનો પૂર્વાભાસ થઈ ગયો હતો. એવું કહેવાય છે  કે હકીમ સિંહનું મૃત્યુ કુદરતી રીતે થયું છે. મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયો છે. 

કાર્ડ વહેંચીને કરાવ્યું હતું ભોજન
અત્રે જણાવવાનું કે સકીટ કસ્બાના મહોલ્લા મુન્શીનગરના રહીશ હકીમ સિંહે કાર્ડ છપાવીને પોતાના તેરમાના કાર્ડ વહેંચ્યા હતા. જેમાં લગભગ 800 લોકો સામેલ થયા હતા. આ અગાઉ હકીમે તેરમાના દિવસે કરવામાં આવતા અનુષ્ઠાન પૂરા કરાવ્યા હતા. મળતી માહિતી મુજબ હકીમ સિંહે બિહારની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ થોડો સમય સાથે રહ્યા બાદ પત્ની તેમને છોડીને જતી રહી. હકીમને કોઈ સંતાન ન હોવાના કારણે પરિજનોએ તેમની જમીન અને મકાન પર કબજો જમાવી દીધો. તમના વ્યવહારથી તેઓ ખુબ પરેશાન રહેતા હતા. 

હકીમ સિંહે જણાવ્યું હતું કે ભાઈ-ભત્રીજા મકાન અને 5 વીખા ખેતર માટે છાશવારે તેમની સાથે મારપીટ કરતા હતા. તેમણે થોડા દિવસ પહેલા જ મારપીટ કરીને હાથ તોડી નાખ્યો હતો. આવામાં તેમને ભરોસો નહતો કે તેમના મૃત્યુ બાદ તેઓ તેમની તેરમાની વિધિ કરશે કે નહીં. 

રિપોર્ટ મુજબ હકીમ સિંહની ઉંમર 55 વર્ષ હતી અને તેમના પિતાનું નામ બાંકે લાલ હતું. એવું કહેવાય છે કે હકીમ સિંહ રાતે બરાબર સૂઈ ગયા હતા પરંતુ સવારે મોડે સુધી ઉઠ્યા જ નહીં. લોકોને શક ગયો તો કોઈએ જઈને જગાડવાની કોશિશ કરી પરંતુ તેઓ જાગ્યા નહીં. બધા ભેગા થયા અને ચેક કરવામાં આવ્યું તો ખબર પડી કે તેમનું મોત થઈ ચૂક્યું છે. બીજી  બાજુ એવું પણ કહેવાઈ રહ્યું છે કે સોમવારે તેમની તબિયત બગડી હતી.તેમને આશંકા ગઈ હતી કે હવે તેઓ વધુ સમય જીવિત રહેશે નહીં અને એટલે જ તેમણે પોતાના તેરમાની વિધિ પોતે જ કરાવી લીધી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news