વર્લ્ડ રેકોર્ડઃ ઈંગ્લેન્ડે બનાવ્યો વન-ડેનો નવો રેકોર્ડ, ઓસિ. સામે ફટકાર્યા 481 રન
પાંચ મેચની વનડે શ્રેણીમાં ઈંગ્લેન્ડ 2-0થી આગળ છે.
Trending Photos
નોટિંમઘમઃ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ત્રીજી વનડે મેચમાં ઈંગ્લેન્ડે વર્લ્ડ રેકોર્ડ નોંધાવી દીધો છે. ઈંગ્લેન્ડે વનડેમાં સૌથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ બનાવી લીધો છે. આ પહેલા પણ આ રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે હતો. ઈંગ્લેન્ડે 30 ઓગસ્ટ 2016ના રોજ પાકિસ્તાન સામે 3 વિકેટે 444 રન ફટકાર્યા હતા. ત્યારે ઈંગ્લેન્ડે પોતાના આ રેકોર્ડને તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ઓસિ સામે ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 6 વિકેટે 481 રન ફટકાર્યા છે.
ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી જેસન રોય અને બિયરસ્ટોએ ઈનિંગનો પ્રારંભ કર્યો હતો. પ્રથમ વિકેટ માટે બંન્નેએ માત્ર 19.3 ઓવરમાં 159 રનની ભાગીદારી કરીને શાનદાર શરૂઆત અપાવી હતી. જેસન રોય 61 બોલમાં 7 ફોર અને 4 સિક્સની મદદથી 82 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ હેલ્સ મેદાનમાં આવ્યો હતો. તેણે અને બિયરસ્ટોએ બીજી વિકેટ માટે 151 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન બિયરસ્ટોએ પોતાની સદી પુરી કરી હતી. બંન્નેએ 34 ઓવરમાં ટીમનો સ્કોર 300ને પાર પહોંચાડી દીધો હતો. બિયરસ્ટો 92 બોલમાં 139 રન બનાવી આઉટ થયો હતો. તેણે 15 ફોર અને પાંચ સિક્સ ફટકારી હતી.
ચોથા ક્રમે બેટિંગમાં આવેલ બટલર માત્ર 11 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન મોર્ગન મેદાનમાં આવ્યો અને ઈંગ્લેન્ડની રન બનાવવાની ગતીમાં વધારો થયો હતો. મોર્ગન અને હેલ્સે 10 ઓવરમાં જ 124 રનની ભાગીદારી કરી હતી. મોર્ગને માત્ર 21 બોલમાં પોતાની અડધીસદી પુરી કરી હતી. આ દરમિયાન હેલ્સે પણ પોતાની સદી પુરી કરી લીધી હતી. મેચની 48મી ઓવરમાં જ બે બોલમાં ઓસિને બે સફળતા મળી હતી. હેલ્સ 92 બોલમાં 147 રન બનાવી આઉટ થયો હતો. મોર્ગને 30 બોલમાં 67 રનની યોગદાન આપ્યું હતું. આ દરમિયાન તેણે 6 સિક્સ અને 3 બાઉન્ટ્રી ફટકારી હતી.
ઓસ્ટ્રેલિયાના તમામ બોલર્સોને આજે ખૂબ ધોવાયા હતા. એડ્રયૂ ટાયે તો 9 ઓવરમાં 100 રન આપી દીધા હતા. જિયે રિચર્ડસન 10 ઓવરમાં 92 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
ઓવરઓલ વનડેમાં હાઈએસ્ટ સ્કોર
496/4 સરે vs ગ્લોસિસ્ટરશાયર, ઓવર, 2007 (ક્લબ)
481/6 ઈંગ્લેન્ડ vs ઓસ્ટ્રેલિયા, ટ્રેન્ટ બ્રિજ, 2018
458/4 ભારત vs લેસિસ્ટરશાયર, લેસિસ્ટર, 2018
445/8 નોટિંઘમ vs નોર્થહૈંપ્ટન, ટ્રેન્ટ બ્રિજ, 2016
444/3 ઈંગ્લેન્ડ vs પાકિસ્તાન, ટ્રેન્ટ બ્રિજ, 2016
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે