મની લોન્ડ્રિંગ કેસમાં ઈડીની કાર્યવાહી, ઝારખંડના ખનન સચિવ પૂજા સિંઘલની ધરપકડ
ઝારખંડમાં મની લોન્ડ્રિંગ કેસમાં ચર્ચાસ્પદ આઈએએસ અધિકારી પૂજા સિંઘલ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લાંબી પૂછપરછ બાદ ઈડીએ તેની ધરપકડ કરી લીધી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઝારખંડના ચર્ચાસ્પદ આઈએએસ અધિકારી પૂજા સિંઘલ પર ઈડીએ કાર્યવાહી કરી છે. મની લોન્ડ્રિંગ કેસમાં ઈડીએ આઈએએસ અધિકારી પૂજા સિંઘલની ધરપકડ કરી છે. ઈડીએ કલાકોની પૂછપરછ બાદ અધિકારીની ધરપકડ કરી છે. મહત્વનું છે કે ઈડીએ પૂજા સિંઘલ અને તેના નજીકના વ્યક્તિઓ પર રાંચી અને અન્ય જગ્યાએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ઈડીને 19 કરોડથી વધુ રોકડ અને ઘણા મહત્વના દસ્તાવેજ મળ્યા હતા.
વર્ષો જૂનો છે કેસ
હવે જે જાણકારી મળી તે પ્રમાણે આ કેસ ઘણા વર્ષ જૂનો છે. ઝારખંડમાં વર્ષ 2009-2010માં મનરેગા કૌભાંડ થયું હતું. તે મામલાને લઈને ઈડીએ થોડા દિવસ પહેલા ઝારખંડ, હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં દરોડો પાડ્યા હતા. આ દરોડા દરમિયાન 19.31 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. ઈડીએ 19.31 કરોડ રૂપિયામાંથી 17 કરોડ ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટના આવાસથી જપ્ત કર્યા હતા. જ્યારે બાકી રૂપિયા એક કંપનીમાંથી મળ્યા હતા.
Ranchi | Enforcement Directorate arrests Jharkhand mining secretary Pooja Singhal in money laundering probe linked to alleged embezzlement of MGNREGA funds & other charges https://t.co/zyddFXJV7J
— ANI (@ANI) May 11, 2022
ઈડીએ આઈએએસ અધિકારી પૂજા સિંઘલ અને તેમના પતિની રાંચી સ્થિત હોસ્પિટલ પર દરોડા પાડ્યા હતા. ત્યારે તપાસ એજન્સીને મોટી રોકડ રકમની સાથે મહત્વના દસ્તાવેજ પણ મળી આવ્યા હતા. આ સિવાય બંનેએ કરેલા રોકાણની પણ વિગત સામે આવી હતી. આશરે 150 કરોડની રોકાણના દસ્તાવેજની વાત સામે આવી હતી. આ તમામ દસ્તાવેજોના આધાર પર અધિકારી પૂજા સિંઘલ, તેના પતિ અને સીએ સુમન કુમારની પૂછપરછ કરવામાં આવી હતી. જાણવા મળ્યું કે ઈડીના અનેક સવાલોનો જવાબ પૂજા સિંઘલ આપી શકી નહીં.
આઈએએસ અધિકારી પહેલા તેમના સીએ સુમન કુમાર વિરુદ્ધ તપાસ એજન્સીએ કાર્યવાહી કરી છે. તે પાંચ દિવસના ઈડી રિમાન્ડ પર છે. કાલે તેને સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે