કમલનાથ બોલ્યાઃ રોજગારમાં સ્થાનિક લોકોને મહત્વ આપવું જોઈએ, ગુજરાતમાં પણ એવું થાય છે

કમલનાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદની શપથ લીધા બાદ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશમાં એવા ઉદ્યોગોને સરકારી સબસિડી આપવામાં આવશે જેમાં 70 ટકા નોકરી મધ્યપ્રદેશના લોકોને આપવામાં આવશે 

કમલનાથ બોલ્યાઃ રોજગારમાં સ્થાનિક લોકોને મહત્વ આપવું જોઈએ, ગુજરાતમાં પણ એવું થાય છે

ભોપાલઃ બિહાર અને ઉત્તરપ્રદેશના લોકોના કારણે મધ્યપ્રદેશમાં સ્થાનિક લોકોને નોકરી ન મળવા સંબંધિત પોતાના કથિત નિવેદન પર વિવાદ થયા બાદ પણ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ પોતાના એ નિવેદનને વળગી રહ્યા છે. તેમણે એક કદમ આગળ જતા કહ્યું કે, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ આવું થવું જોઈએ. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે પોલીસ વડા મથકમાં બેઠક બાદ એક સવાલના જવાબમાં કમલનાથે જણાવ્યું કે, "આવું બધું જ જગ્યાએ છે. અન્ય રાજ્યોમાં પણ છે. મેં કોઈ નવી વાત કરી નથી. દરેક રાજ્યોમાં છે, ગુજરાતમાં શું છે?"

કમલનાથે મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ સોમવારે ભોપાલમાં જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશમાં એવા ઉદ્યોગોને સરકારી રાહત આપવામાં આવશે જેમાં 70 ટકા નોકરી મધ્યપ્રદેશના લોકોને આપવામાં આવશે. તેમણે કથિત રીતે આગળ કહ્યું હતું કે, બિહાર, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોના લોકોને કારણે મધ્યપ્રદેશના સ્થાનિક લોકોને રોજગાર મળતો નથી. 

કમલનાથના નિવેદનનો ચારેતરફથી વિરોધ
કમલનાથના આ નિવેદનનો ભાજપ, રાષ્ટ્રીય જનતા દળ, જનતા દળ(યુ) અને સમાજવાદી પાર્ટીએ વિરોધ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ જણાવ્યું હતું કે, આ એક ભાગલાવાદી નિવેદન છે. 

દિગ્વિજયને સરકારી બંગલો
રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહને ભોપાલમાં સરકારી બંગલો ફાળવવા અંગે કમલનાથે જણાવ્યું કે, સાંસદ માટે બંગલા ફાળવણીના નિયમ અંતર્ગત તેમને આવાસ અપાયો છે. પૂર્વ મુખ્યમંત્રી તરીકે શિવરાજ સિંહને પણ તેમણે બંગલો ફાળવ્યો છે. 

એમપીમાં પોલીસ ફોર્સની અછત
મધ્યપ્રદેશમાં પોલીસ કમિશનર પ્રણાલી લાગુ કરવાના સવાલ અંગે તેમણે જણાવ્યું કે, આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. અગાઉ પણ તેના પર ચર્ચા થઈ છે. રાજ્યમાં પોલીસનું બજેટ વધારવાની જરૂર છે. અન્ય રાજ્યોની સરખામણીમાં મધ્યપ્રદેશનો પોલીસ ફોર્સ ઘણો જ ઓછો છે. પોલીસનું બજેટ પણ ઘણું ઓછું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news