મેઘાલયના જંગલોમાં દેખાયા 'ઇલેક્ટ્રિક મશરૂમ', રાત્રે અંધારામાં ફેંકે છે પ્રકાશ

મશરૂમ સ્વાદ સુગંધ અને ઊંચી ગુણવત્તા તથા પોષકતત્વોવાળો ઉત્તમ ખોરાક છે. તેમાં પ્રોટીન અને ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોય છે. જેના સેવનથી વિટામીન બી,વિટામિન સી, વિટામિન કે, કાર્બોહાઈડ્રેટસ, એમિનો એસિડ્રેસ છે.454 ગ્રામ તાજા મશરૂમ 120 કિલો કેલરી આપે છે.

મેઘાલયના જંગલોમાં દેખાયા 'ઇલેક્ટ્રિક મશરૂમ', રાત્રે અંધારામાં ફેંકે છે પ્રકાશ

ઝી મીડિયા, અમદાવાદ: મશરૂમ સ્વાદ સુગંધ અને ઊંચી ગુણવત્તા તથા પોષકતત્વોવાળો ઉત્તમ ખોરાક છે. તેમાં પ્રોટીન અને ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોય છે. જેના સેવનથી વિટામીન બી,વિટામિન સી, વિટામિન કે, કાર્બોહાઈડ્રેટસ, એમિનો એસિડ્રેસ છે.454 ગ્રામ તાજા મશરૂમ 120 કિલો કેલરી આપે છે. મશરૂમનો ઉપયોગ સૂપ,પંજાબી શાક, સલાડ,પુલાવ,પકોડા–પીત્ઝા તેમજ સેન્ડવીચમાં થાય છે. આ તો વાત થઈ સાદા મશરૂમની પરંતુ આપણે અહીં વાત કરવાની છે 'ઇલેક્ટ્રિક મશરૂમ્સ'ની કે જે રાતના અંધારામાં ફેકે છે પ્રકાશ...

No description available.

ભારતમાં મશરૂમની નવી પ્રજાતિ મળી છે. તેની વિશેષતા એ છે કે તે રાત્રે ચમકે છે. વૈજ્ઞાનિકોએ રોરિડોમાઈસેસ ફાઈલોસ્ટૈચિડિસ નામ આપ્યું છે આ મશરૂમની પ્રજાતિ સૌપ્રથમ મેઘાલયના ઈસ્ટ ખાલી હિલ્સ જિલ્લાના મોવલીનોન્ગમાં એક ઝરણાની પાસે જોવા મળી. આ પછી મશરૂમની નવી પ્રજાતિ પશ્ચિમ જેન્ટિયા હિલ્સના ક્રાંગ સુરીમાં દેખવા મળી.

No description available.

હવે મેઘાલયના જંગલોમાં મળેલી મશરૂમની આ પ્રજાતિનો વિશ્વના 97 ચમકતા મશરૂમ્સની યાદિમાં શમાવેશ થઈ ચૂક્યો છે. આ પ્રજાતિેની શોધ ભારત અને ચીનના વૈજ્ઞાનિકોએ કરી છે.વૈજ્ઞાનિકો આસામમાં ચોમાસા બાદ જંગલોમાં ફૂગની જાતોનું સંશોધન કરી રહ્યા હતા તે દરમિયાન સ્થાનિકોએ ઇલેક્ટ્રિક મશરૂમ અંગે જણાવતા વૈજ્ઞાનિકો મેઘાલય પહોંચ્યા હતા.

રાતના અંધારામાં વરસાદની વચ્ચે, જ્યારે વૈજ્ઞાનિકો મેઘાલયના જાંતીઆ હિલ્સ અને ખાસી હિલ્સના જંગલોમાં પહોંચ્યા, ત્યારે આ ઝગમગતા મશરૂમ્સ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.આ પ્રકારના મશરૂમ્સને બાયો-લ્યુમિનેસન્ટ મશરૂમ્સ કહેવામાં આવે છે.આ મશરૂમ્સ રાત્રીના અંધારામાં હળવા વાદળી-લીલા અને જાંબુડિયા રંગમાં ચમકતા નજરે પડે છે.રાત્રિના સમયમાં ચમકવાવાળા આ મશરૂમ દિવસે સામાન્ય મશરૂમ જેવા જ લાગે છે.

No description available.

પ્રકાશ ફેલાવનારા આ મશરૂમ પોતાની સંખ્યામાં વધારો કરવા માટે કીડાઓથી જંગલમાં ફેલાય છે. આ મશરૂમ જમીનમાંથી ભેજ મેળવીને ખીલે છે. મશરૂમને ખીલવા માટે પૂરતા પ્રમાણમાં ભેજની જરૂર હોય છે. મશરૂમને ખીલવા માટે તાપમાન 21°સેથી 27°સે હોવું જોઈએ.

મેઘાલય, કેરળ અને ગોવામાં લાઈટીંગવાળા આ મશરૂમની સંખ્યા વધારે છે. મશરૂમની આ જાતિની સંખ્યા વરસાદના સમયમાં વધી જાય છે. મશરૂમની લાઈટવાળી આ પ્રજાતિને શોધવું મુશ્કેલ હોતું નથી પરતું રાત્રિના સમયે જંગલમાં ફરવું પડે છે અને તે થોડું જોખમી હોય છે.

No description available.

વર્ષ 2015માં ચમકવાવાળા મશરૂમની એક પ્રજાતિ નિયોનોથોપૈનસ ગાર્ડનરી મળી હતી. આ પ્રજાતિ નારિયેળના વૃક્ષની નીચેથી મળતી હતી. મશરૂમની આ પ્રજાતિ એજાઈમ્સ રહેલા હોવાથી તે રાત્રિના સમયમાં વધુ ચમકે છે અને દિવસે સાધારણ મશરૂમની જેમ દેખાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news