Congress President Election: કોણ બનશે કોંગ્રેસના નવા અધ્યક્ષ? 17 ઓક્ટોબરે ચૂંટણી

Congress Election: કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી 17 ઓક્ટોબરે થશે. તે માટે 22 સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. 
 

Congress President Election: કોણ બનશે કોંગ્રેસના નવા અધ્યક્ષ? 17 ઓક્ટોબરે ચૂંટણી

નવી દિલ્હીઃ Congress President Election: કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીની તારીખ નક્કી કરવા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી 17 ઓક્ટોબરે યોજાશે. તે માટે 22 સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર થશે, 24 સપ્ટેમ્બરે ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થશે. 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે ગણતરી બાદ પરિણામ સામે આવશે. વર્કિંગ કમિટીની મહોર બાદ આ તારીખોની ઔપચારિક જાહેરાત કરી દેવામાં આવી છે.

વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા ગાંધી જોડાયા હતા. આ સિવાય બેઠકમાં હરિશ રાવત, સલમાન ખુર્શીદ, મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, કુમારી શૈલજા, મધુસૂદન મિસ્ત્રી, કેસી વેણુગોપાલ, જયરામ રમેશ, અજય માકન, અભિષેક મનુ સિંઘવી સહિત ઘણા કોંગ્રેસી નેતા હાજર રહ્યા હતા. 

— ANI (@ANI) August 28, 2022

આનંદ શર્મા પણ બેઠકમાં હાજર રહ્યા
પાર્ટીથી નાચાર ચાલી રહેલા આનંદ શર્મા પણ સીડબ્લ્યૂસીની બેઠકમાં હાજર રહ્યા હતા. આનંદ શર્માએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર પૂર્વ રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદ સાથે શનિવારે મુલાકાત કરી હતી. સૂત્ર અનુસાર વર્કિંગ કમિટીની બેઠકમાં ઘણા નેતાઓએ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને પાર્ટીની કમાન સંભાળવા માટે કહ્યુ છે. 

કોંગ્રેસ શરૂ કરશે ભારત જોડો યાત્રા
નોંધનીય છે કે કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના નેતૃત્વમાં 7 સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી ભારત જોડો યાત્રાની શરૂઆત કરવાની છે. 148 દિવસીય આ યાત્રાનું સમાપન કાશ્મીરમાં થશે. પાંચ મહિનાની આ યાત્રા 3500 કિલોમીટર અને 12 કરતા વધુ રાજ્યોમાંથી પસાર થશે. પદયાત્રા દરરોજ 25 કિલોમીટરનું અંતર કાપશે. તેમાં પદયાત્રા, રેલીઓ અને જનસભાઓ સામેલ હશે, જેમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતા પણ સામેલ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news