શું આ વર્ષે નવરાત્રિ બગાડશે મેઘરાજા? અંબાલાલે કહ્યું; આ તારીખોએ ખેલૈયાના રંગમાં પડશે ભંગ!

Gujarat Monsoon 2022 : ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ઓગસ્ટના અંતની સાથે સપ્ટેમ્બરની શરુઆત અને મધ્યમાં વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.

શું આ વર્ષે નવરાત્રિ બગાડશે મેઘરાજા? અંબાલાલે કહ્યું; આ તારીખોએ ખેલૈયાના રંગમાં પડશે ભંગ!

Navratri Rain Forecast: ગુજરાતમાં હવે નવરાત્રિનો તહેવાર આવનાર છે, ત્યારે આ વર્ષે મેઘરાજા નવરાત્રી બગાડશે કે કેમ તેને લઈને પણ ખેલૈયાઓ અને નવરાત્રી રસીકોને સવાલો થઈ રહ્યા છે. કોરોના બાદ બે વર્ષ બાદ ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર યોજાવા જઈ રહ્યો છે. પરંતુ હાલની વરસાદની સ્થિતિ જોતા ખૈલેયાઓ ચિંતામાં પેઠા છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળશે. 

30 અને 31 તારીખે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આંશકા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાકમા વિસ્તારમા વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ આવવાની શક્યતા છે. સપ્ટેમ્બરની શરૂઆત અને મહિનાના બીજા સપ્તાહમાં વરસાદ તૂટી પડશે. શ્રાવણ માસમાં વરસાદનું જોર વધ્યા બાદ આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઓગસ્ટ મહિનાના અંતમાં તારીખ 26થી 31 દરમિયાન રાજ્યમાં વરસાદ રહેવાની સંભાવના છે.

અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ઓગસ્ટના અંતની સાથે સપ્ટેમ્બરની શરુઆત અને મધ્યમાં વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં ઓગસ્ટના અંતમાં 26થી 31 દરમિયાન વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમણે સપ્ટેમ્બર મહિના દરમિયાન 12 અને 13 તારીખે તથા 17થી 22 દરમિયાન પણ વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં હર્ષો ઉલ્લાસ સાથે નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરુ થઈ રહી છે જો આ સમય દરમિયાન વરસાદ થયો તો ખેલૈયાના રંગમાં ભંગ પડી શકે છે.

પાછલા વર્ષે પણ ચોમાસું પૂર્ણ થયા પછી પણ કમોસમી વરસાદ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના સુધી વરસતો રહ્યો હતો. ચાલુ વર્ષે 100 ટકા વરસાદ થઈ ગયો છે આમ છતાં હજુ રાજ્ય પર વરસાદી માહોલ જામેલો છે.

હવામાન વિભાગની આગાહી
મહત્વનું છે કે, હવામાન ખાતાના અપડેટ અનુસાર, આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. હાલ રાજ્યમાં વરસાદની શક્યતા ઓછી છે. તો કેટલાક વિસ્તારોમાં છુટા છવાયો વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાત, બનાસકાંઠા અને સાબરકાંઠામાં આગામી બે દિવસ હળવો વરસાદ પડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news