ચૂંટણીનો શંખ ફુંકાતાની સાથે જ PMએ માંગ્યા આશીર્વાદ, કર્યું અનોખુ ટ્વીટ

ચૂંટણી પંચની તરફથી લોકસભા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા પાસેથી સમર્થન માંગવાની શરૂઆત કરી દીધી છે

ચૂંટણીનો શંખ ફુંકાતાની સાથે જ PMએ માંગ્યા આશીર્વાદ, કર્યું અનોખુ ટ્વીટ

નવી દિલ્હી : ચૂંટણી પંચની તરફથી લોકસભા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા પાસેથી સમર્થન માંગવાની શરૂઆત કરી દીધી છે. વડાપ્રધાન મોદીએ સતત અનેક ટ્વીટ કરીને એકવાર ફરીથી મોદી સરકારને પસંદ કરવા માટેની અપીલ કરી. તેમણે ટ્વીટ કર્યું કે, બધાનો સાથ અને બધાનો વિકાસની નીતિ હેઠળ ચાલનારી એનડીએને તમારા આશિર્વાદની જરૂર છે. 

— Narendra Modi (@narendramodi) March 10, 2019

પોતાનાં 5 વર્ષનાં કાર્યકાળની સિદ્ધિઓ ગણાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે 5 વર્ષમાં તે જરૂરિયાતોને પુર્ણ કરી બતાવી છે જેને 70 વર્ષથી નહોતી પુર્ણ કરવામાં આવી. હવે સમય આવી ચુક્યો છે કે ભારતને એક સમૃદ્ધ અને સુરક્ષીત રાષ્ટ્ર બનાવવાનાં રસ્તે આગળ વધવામાં આવે. વડાપ્રધાન મોદીએ ફરી એકવાર મોદી સરકાર હેશટેગ સાથે ટ્વીટ કરીને જનતાનો આશિર્વાદ માંગ્યો હતો. 

 

50 crore Indians have access to good quality and free healthcare.

42 crore people of unorganised sector have access to old-age pension.

12 crore farmer households get yearly monetary support of Rs. 6000.

Crores of middle class families are exempt from income tax.

— Narendra Modi (@narendramodi) March 10, 2019

વડાપ્રધાન મોદીએ લોકોને મહત્તમ મતદાન કરવા માટેની અપીલ કરતા કહ્યું કે, લોકશાહીનો ઉત્સવ આવી રહ્યો છે. હું દેશવાસીઓને કહેવા માંગુ છું કે તેઓ પોતાનાં સક્રીય ભાગીદાર સાથે ચૂંટણીને મજબુત બનાવે. મને આ ચૂંટણીમાં ઐતિહાસિક મતદાનની આશા છે. વડાપ્રધઆન મોદીએ પહેલી વાર મતદાન કરનારા લોકોને કહ્યું કે, તેઓ રેકોર્ડ તોડ સંખ્યામાં મતદાન કરે. 

વડાપ્રધાન મોદીએ પોતાની સિદ્ધિઓ ગણાવતા ટ્વીટ કર્યું કે, પહેલીવાર દેશમાં 2.5 કરોડ પરિવારો સુધી વિજળીમળી છે. 7 કરોડ ઘર સુધી રાંધણ ગેસ મળ્યો છે. 1.5 કરોડ પરિવારોને પોતાનું ઘર મળ્યું છે. 

વડાપ્રધાન મોદીએ આયુષ્માન સ્કીમ સહિત અન્ય યોજનાઓનો ઉલ્લેખ કરતા લખ્યું કે, 50 કરોડ લોકો સુધી સ્વાસ્થયની સારી સુવિધાઓની પહોંચ 42 કરોડ અસંગઠીત ક્ષેત્રનાં વૃદ્ધ લોકોને વૃદ્ધાવસ્થા પેન્શન. 12 કરોડ ખેડૂતોને પ્રતિ વર્ષ 6 હજાર રૂપિયાની સહાયતા જેવી યોજના. કરોડો પરિવારોને આવકવેરામાંથી મુક્તિ મળી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news