શાહીનબાગઃ ચૂંટણી પંચના આદેશ પર દક્ષિણ-પૂર્વ દિલ્હીના DCP ચિન્મય બિસ્વાલની બદલી


દિલ્હીના શાહીન બાગ અને જામિયા નગરમાં ફાયરિંગની બે ઘટનાઓ બાદ ચૂંટણી પંચે આજે દક્ષિણ પૂર્વ દિલ્હીના ડીસીપી ચિન્મય બિસ્વાલની બદલીનો આદેશ કર્યો છે. ડીસીપી બિસ્વાલના સ્થાને નવા અધિકારીની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. 
 

શાહીનબાગઃ ચૂંટણી પંચના આદેશ પર દક્ષિણ-પૂર્વ દિલ્હીના DCP ચિન્મય બિસ્વાલની બદલી

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે રવિવારે દક્ષિણ પૂર્વ દિલ્હીના ડીસીપી ચિન્મય બિસ્વાલની બદલીનો આદેશ આપ્યો છે. ડીસીપી બિસ્વાલ (આઈપીએસ 2008 બેન્ચ)ની જગ્યાએ નવા અધિકારીની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચે પોતાના આદેશમાં કહ્યું, ડીસીપી (દક્ષિણ પૂર્વ) ચિન્મય બિસ્વાલને તેમના હાલના પદ પરથી તાત્કાલિક પ્રભાવથી મુક્ત કરવામાં આવે છે. 

બિસ્વાલ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને રિપોર્ટ કરશે. હાલની સ્થિતિને જોતા ચૂંટણી પંચે કુમાર જ્ઞાનેશ (DANIPS 1997)ને દક્ષિણ પૂર્વ દિલ્હીની કમાન સોંપી છે. કુમાર જ્ઞાનેશ દક્ષિણ પૂર્વ દિલ્હીના વરિષ્ઠ એડિશનલ ડીસીપી છે. તેમને તાત્કાલિક પ્રભાર લેવાનું કહેવામાં આવ્યું છે. 

— ANI (@ANI) February 2, 2020

જામિયા વિસ્તારમાં એક સપ્તાહમાં બે વખત જાહેરમાં ગોળી ચલાવવાની ઘટના બાદ પંચે વધુ સાવધાનીના ભાગ રૂપે આ પગલું ભર્યું છે. ચૂંટણી આયોગે ચિન્મય બિસ્વાલને પદથી હટાવવાને લઈને હાલની સ્થિતિનો હવાલો આપ્યો છે. મહત્વનું છે કે પાછલા સપ્તાહે જામિયા મિલ્લિયા ઇસ્લામિયાની બહાર અને શાહીન બાગમાં ગોળીબારીની ઘટના બની હતી. 

તો દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ પણ નજીક છે. તેવામાં આ નિર્ણય દિલ્હી ચૂંટણીને જોતા લેવામાં આવ્યો છે. હવે બિસ્વાલને ગૃહ મંત્રાલયમાં રિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news