દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, 8મી ફેબ્રુઆરીએ મતદાન, 11મીએ પરિણામ

દિલ્હી વિધાનસભાના ચૂંટણી કાર્યક્રમ અંગે ચૂંટણી પંચ જાહેરાત કરી દીધી છે. આજથી હવે આદર્શ આચારસ્ંહિતા પણ લાગુ થઈ ગઈ છે. દિલ્હીમાં મતદાન 8મી ફેબ્રુઆરીએ યોજાશે અને મતગણતરી 11મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું કે વિધાનસભા ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂરી કરી દેવાઈ છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, 8મી ફેબ્રુઆરીએ મતદાન, 11મીએ પરિણામ

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાના ચૂંટણી કાર્યક્રમ અંગે ચૂંટણી પંચ જાહેરાત કરી દીધી છે. આજથી હવે આદર્શ આચારસ્ંહિતા પણ લાગુ થઈ ગઈ છે. દિલ્હીમાં મતદાન 8મી ફેબ્રુઆરીએ યોજાશે અને મતગણતરી 11મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું કે વિધાનસભા ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂરી કરી દેવાઈ છે. અત્રે જણાવવાનું કે દિલ્હીમાં વિધાનસભાની 70 બેઠકો છે. દિલ્હીમાં ગત વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ 67 બેઠકો પર જીત મેળવી હતી.

— ANI (@ANI) January 6, 2020

મહત્વની વાતો...

- દિલ્હીમાં એક જ તબક્કામાં 8મી ફેબ્રુઆરીએ મતદાન હાથ ધરાશે અને 11મી ફેબ્રુઆરીએ મતગણતરી થશે. આથી પરિણામ 11મી જાહેર થઈ જશે.
- નામાંકન પાછુ ખેંચવાની તારીખ 24 જાન્યુઆરી.
- સ્ક્રુટીની 22 જાન્યુઆરીએ થશે.
- નામાંકનની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી છે. 
- 14 જાન્યુઆરીના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.  
- દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 22 ફેબ્રુઆરીએ પૂરો થશે. 

— ANI (@ANI) January 6, 2020

- દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોલિંગ સ્ટેશન પર મોબાઈલ ફોન માટે લોકરની સુવિધા આપવામાં આવશે. 
- દિલ્હીમાં આજથી આદર્શ આચાર સંહિતા લાગુ થઈ. 
- વરિષ્ઠ નાગરિકો માટે ચૂંટણી પંચે ખાસ વ્યવસ્થા કરી છે. જેના કારણે તેમને મતદાન કરવામાં સરળતા રહે. 
- ચૂંટણીની પ્રક્રિયા પૂરી કરાવવા માટે 90,000 કર્મચારીઓની તૈનાતી કરવામાં આવશે.
- સ્થિતિ પર નિગરાણી રાખવા માટે મીડિયા મોનિટરિંગ સેન્ટર બનાવવામાં આવ્યાં છે.- સુનીલ અરોરા
- 2689 જગ્યાઓ પર કુલ 13750 મતદાનકેન્દ્રો હશે.
- 13750 પોલિંગ બૂથ પર લગભગ 1.46 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

જુઓ LIVE TV

મોદીના ચહેરા પર ચૂંટણી લડશે ભાજપ?
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રવિવારે દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્યમાં ભાજપની સરકાર બનશે. કહેવાય છે કે પાર્ટી કોઈ પણ ચહેરા વગર આ વખતે ચૂંટણીમાં જઈ શકે છે. આ નિવેદનને સીએમના ચહેરા માટે ચાલી રહેલી અટકળબાજીઓને ખતમ કરવાની કોશિશ તરીકે જોવામાં આવી રહ્યું છે. સત્તાધારી આમ આદમી પાર્ટી ભાજપને સીએમ ઉમેદવાર જાહેર કરવાનો સતત પડકાર ફેંકી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news