Maharashtra Political Crisis: એકનાથ શિંદેના ગ્રુપના બંને હાથમાં લાડવા! ભાજપ અને શિવસેના બંનેએ આપી આ ઓફર

મહારાષ્ટ્રના બાગી ધારાસભ્યોને અત્યારે ચારેય તરફથી સારી ઓફર મળી રહી છે. અસમના ગુવાહાટીમાં રોકાયેલા તમામ ધારાસભ્યોને પરત મુંબઇ બોલાવી લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એવામાં ભાજપ હોય કે શિવસેના બંને તરફથી બાગીઓને સારા પ્રસ્તાવ આપવામાં આવી રહ્યા છે. 

Maharashtra Political Crisis: એકનાથ શિંદેના ગ્રુપના બંને હાથમાં લાડવા! ભાજપ અને શિવસેના બંનેએ આપી આ ઓફર

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રના બાગી ધારાસભ્યોને અત્યારે ચારેય તરફથી સારી ઓફર મળી રહી છે. અસમના ગુવાહાટીમાં રોકાયેલા તમામ ધારાસભ્યોને પરત મુંબઇ બોલાવી લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એવામાં ભાજપ હોય કે શિવસેના બંને તરફથી બાગીઓને સારા પ્રસ્તાવ આપવામાં આવી રહ્યા છે. 

સંજય રાઉતે MVA છોડવાના આપ્યા સંકેત
શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે ધારાસભ્યોને ગુવાહાટીથી સંવાદ ન કરવો જોઇએ, તે પરત મુંબઇ આવ્યા અને સીએમ ઉદ્ધવ સાથે આ મુદ્દે ચર્ચા કરી. આ તમામ ધારાસભ્યોની ઇચ્છા હોવા પર મહા વિકાસ અઘાડીથી બહાર નિકળવા પર વિચાર કરવા માટે તૈયાર છે, પરંતુ તેના માટે તેમણે અહીં આવવું પડશે અને સીએમ સાથે ચર્ચા કરવી પડશે. 

ભાજપની લોભામણી ઓફર
આ ઉપરાંત ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે પણ એકનાથ શિંદેને ઓફર આપી છે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપે સરકારે બનાવવાનો પ્રસ્તાવ આપતાં શિંદે જૂથે પણ આ ઓફર આપી છે કે તેમણે સરકારમાં સારા મંત્રાલય સોંપવામાં આવશે. 

કેંદ્રમાં પણ 2 મંત્રીપદની ઓફર
અત્રે ઉલ્લેખનીય છે કે શિંદેને NDA ખેમામાં લાવવા માટે 13 મંત્રી પદ અને કેન્દ્રીય મંત્રીઓના પદની ઓફર પણ ભાજપ તરફ આપવામાં આવી છે. 

રાઉતની ઓફરથી સત્તામાં અસંતુલન
આ દરમિયાન શિવસેના નેતા સંજય રાઉત પણ પોતાની પાર્ટીની સરકાર બચાવવા માટે દરેક સંભવ પ્રયત્ન કરી રહી છે. તેમણે પોતાના ધારાસભ્યોને ઓફર કરી છે કે જો બધા ઇચ્છે તો MVA સાથે ગઠબંધન તોડી શકાય છે. એવામાં સંજય રાઉતના આ નિવેદનથી સહયોગી દળૅ કોંગ્રેસને ઇજા પહોંચી છે અને તેમને તાત્કાલિક બેઠક બોલાવવાના આદેશ જાહેર કર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news