EDએ ઇકબાલ મિર્ચીની મુંબઇ, યુકે અને દુબઇમાં રહેલી તમામ બેનામી સંપત્તીઓની યાદી બનાવી

ઇકબાલ મિર્ચી પર મુંબઇમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને ડ્રગ તસ્કરી જેવા કેસ દાખલ થયેલા છે

EDએ ઇકબાલ મિર્ચીની મુંબઇ, યુકે અને દુબઇમાં રહેલી તમામ બેનામી સંપત્તીઓની યાદી બનાવી

નવી દિલ્હી : EDએ દાઉદ ઇબ્રાહિમના ખાસ ગણાતા અને મુંબઇ બોમ્બ વિસ્ફોટના આરોપી અને ડ્રગ ડીલર ઇકબાલ મિર્ચીની દેશ અને વિદેશની કરોડોની બેનામી સંપત્તી અંગેની માહિતી મેળવી છે. આ મુદ્દે ઇડીએ ઇકબાલ મિર્ચીનાં બે લાખ લોકો હારુન યુસુફ અને રંજીત સિંહ બિંદ્રાની ધરપકડ કરી છે, અત્રે ઉલ્લેખનીય છે કે, ઇકબાલ મિર્ચી અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમનો ખાસ માણસ છે, તે મુંબઇથી 1995માં દુબઇ ભાગી ગયો હતો. દુબઇથી ઇકબાલ મિર્ચીએ પોતાનો બેઝ લંડનમાં બનાવી લીધો હતો.

હિંમતનગર-અમદાવાદ રોડ પર ડમ્પરે ગાડીને અડફેટે લીધી, 2ના ઘટના સ્થળે જ મોત
મળતી માહિતી અનુસાર ઇકબાલ મિર્ચી પર મુંબઇમાં હત્યા, હત્યાના પ્રયાસો, બિનકાયદેસર વસુલીનાં અનેક કેસ નોંધાયેલા છે. અમેરિકાએ પણ ઇકબાલ મિર્ચીને 2004માં 10 ખુંખાર ડ્રગ તસ્કરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારતે યુકે સરકારને ઇકબાલ મિર્ચીના પ્રત્યાર્પણનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નામંજુર થઇ ગઇ હતી. જો કે ઇકબાલ મિર્ચીની 2013માં લંડન નજીક મૃત્યું થયું હતું.

જમ્મુ કાશ્મીરનાં 99% વિસ્તારોમાં જનજીવન પૂર્વવત, પોસ્ટપેડ સેવા થશે શરૂ
ઇકબાલ મિર્ચીએ બિનકાયદેસર રીતે કરોડો રૂપિયાની કમાણી કરી હતી. જેની શરૂઆતમાં SAFEMA (Smugglers and Foreign Exchange Manipulators act) હેઠળ એટેચ કરવામાં આવ્યું હતું. જો કે ઇકબાલ મિર્ચીએ દસ્તાવેજોમાં હેરાફેર કરીને સંપત્તીઓ છોડાવી હતી. ઇડીએ આ મુદ્દે PMLA, મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કરીને તપાસ ચાલુ કરી દીધી હતી અને મુંબઇ અને બેંગ્લુરૂમાં 11 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ઘણા બધા દસ્તાવેજો, ડિઝીટલ એવિડેન્સ, ઇ મેઇલ જપ્ત કર્યા અને 18 લોકોનાં નિવેદનો પણ નોંધ્યા હતા.

— Jitender Sharma (@capt_ivane) October 12, 2019

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બન્યા ગુજરાતના મહેમાન, હીરા બા સાથે કરશે મુલાકાત
આ નિવેદનો અને પુરાવાના આધારે ઇડીને ઇકબાલ મિર્ચીમાં બે ખાસ લોકોને હારુન યુસુફ અને રંજિત સિંહ બિંદ્રાને માહિતી મળી અને બંન્નેની ધરપકડ કરવામાં આવી. આ બંન્ને લોકોએ ઇકબાલ મિર્ચીને મુંબઇમાં કરોડોની સંપત્તીને વેચવામાં મદદ કરી અને તેમાંથી કમાયેલા પૈસાને મિર્ચીને વિદેશમાં મોકલી દેવામાં આવ્યા. તપાસમાં માહિતી મળી કે રંજીત સિંહ બિંદ્રાએ જ ઇકબાલ મિર્ચી અને સનબલિંક વચ્ચે થયેલી ડીલમાં વચેટિયાની ભુમિકા નિભાવી હતી. ઇડીએ ઇકબાલ મિર્ચીની મુંબઇમાં 10, 1 દુબઇમાં અને 25 સંપત્તિ યુકેમાં હોવાની માહિતી મેળવી હતી. યુકેમાં 25 સંપત્તીઓમાંથી 16 સંપત્તિ હારુન યુસુફનાં નામ પર છે જે ઇકબાલ મિર્ચી અને તેના પરિવારની બેનામી સંપત્તી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news