લ્યુક કુટીન્હોનો હેલ્થ મંત્ર: સ્માર્ટ આહાર, વધુ હલનચલન, યોગ્ય ઉંઘ અને ઉંડા શ્વાસ
આપણે ખાઈએ છીએ તે આહાર, આપણે શારિરિક રીતે કેટલા સક્રિય છીએ તે બાબત, આપણી ઉંઘવાની ઢબ, અને આપણી શ્વસન પ્રક્રિયાનો સમાવેશ થાય છે.
Trending Photos
અમદાવાદ : સારૂ આરોગ્ય કઈ રીતે જાળવવુ તે કેટલુ મહત્વનું છે તે બાબતે આપણે અનેક વખત વાંચ્યું કે સાંભળ્યુ હશે, પરંતુ આપણી વ્યસ્ત જીવનશૈલીને કારણે અને રોજબરોજના દબાણને કારણે આપણે આપણા આરોગ્યને કથળવા દેતા હોઈએ છીએ. આપણે આપણા જીવનના આ ખૂબ જ મહત્વના પરિબળની અવગણના કરતા હોઈએ છીએ. અને આ બાબત ખાસ કરીને આધુનિક મહિલાઓ બાબતે ખૂબ જ સાચી છે. આહારની બદલાતી ટેવો અને ઉંઘની તરાહ તેમજ ઘરે તથા કામના સ્થળે જવાબદારીઓ નિભાવવાના દબાણને કારણે મહિલાઓ એવી સ્થિતિમાં મુકાય છે કે જેથી તે પોતાના આરોગ્યની કાળજી રાખી શકતી નથી.
આથી સ્વાભાવિક છે કે તે વધુ પ્રમાણમાં ડાયાબિટીસ, સ્થૂળતા, હાયપરટેન્શન અને કાર્ડિયોવાસ્ક્યુલર તથા ઓસ્ટીયોપોરોસિસ જેવા જીવનશૈલીને લગતા રોગોનો ભોગ બને છે. આ મહત્વની સમસ્યાને ધ્યાનમાં લઈને ફિક્કી, ફલોના અમદાવાદ ચેપ્ટરે આજે સુસંકલિત અને લાઈફસ્ટાઈલ મેડિસિનના નિષ્ણાત લ્યુક કુટીન્હો સાથે વાર્તાલાપનું આયોજન કર્યું હતું. લ્યુકને વર્લ્ડ કોંગ્રેસનો ઉત્તમ ન્યુટ્રિશનાલિસ્ટનો એવોર્ડ પ્રાપ્ત થયો છે અને તે કેન્સર કેર તેમજ રોગ અટકાવવા અને વજન ઘટાડવા અંગેના વેલનેસ પ્લાન સમગ્રલક્ષી અભિગમ દ્વારા ડિઝાઈન કરે છે. આ સંદર્ભમાં આપણે કેવી રીતે આપણી જાત માટે સમય ફાળવી શકીએ અને જીવનશૈલીનૈ લગતા રોગોથી દૂર રહી શકીએ તે અંગે લ્યુકે આહારની તંદુરસ્ત ટેવો તથા નિયમિત વ્યાયામનુ મહત્વ સમજાવ્યું હતું.
આ પ્રકારના કાર્યક્રમનુ આયોજન કરવાનો ઉદ્દેશ જણાવતાં શોભા ભંડારીએ જણાવ્યું હતું કે “ મહિલાઓ પત્ની, માતા અને વહૂ તરીકેની જવાબદારીઓના પાલન કરવા વચ્ચે અટવાયેલી રહેતી હોવાને કારણે પોતાના આરોગ્ય અંગે ધ્યાન આપવાનુ ટાળતી હોય છે. અને વર્કીંગ વુમનની વાત કરીએ તો તેમણે જે વધારાની જવાબદારીઓ સંભાળવી પડે છે તેના કારણે તેમની હાલત તો વધુ કપરી હોય છે. આપણે એ બાબત સમજવાનો ઈન્કાર કરીએ છીએ કે આપણા આરોગ્ય કરતાં કશું મહત્વનુ કે મૂલ્યવાન હોતુ નથી.
તંદુરસ્ત જીવન એ એક તરાહ કે તુક્કો નથી પરંતુ આપણા જીવન માટે આવશ્યક પરિવર્તન છે કે જે આપણી રોગ પ્રતિકાર શક્તિ વધારે છે અને આપણને રોગ સામે લડવા સજજ બનાવે છે. “લ્યુક કુટીન્હો સાથેની આ બેઠકનું આયોજન ફિક્કી, ફલો દ્વારા કરવામાં આવ્યું હતું, જેથી મહિલાઓ પોષક આહારનું મહત્વ સમજી શકે અને તે દરરોજ થોડો સમય કસરત માટે કાઢીને ફીટ રહી શકે.
પશ્ચિમી જીવનશૈલીને કારણે, જીવનશૈલી અંગેના રોગો આપણા જીવનમાં પ્રવેશી ગયા છે અને હાલમાં તે જોખમી પ્રમાણ ધરાવતા થઈ ગયા છે. તેવો ઉલ્લેખ કરતાં લ્યુકે કહ્યું કે “ચાર મહત્વની બાબતો આપણા આરોગ્યને અસર કરે છે. એમાં આપણે ખાઈએ છીએ તે આહાર, આપણે શારિરિક રીતે કેટલા સક્રિય છીએ તે બાબત, આપણી ઉંઘવાની ઢબ, અને આપણી શ્વસન પ્રક્રિયાનો સમાવેશ થાય છે. ફીટ રહેવાની મારી ફોર્મ્યુલા છે સ્માર્ટ આહાર, વધુ હલનચલન, યોગ્ય ઉંઘ અને ઉંડા શ્વાસ લેવાનુ રાખો આ ચારે પાસાં સમાનપણે ખૂબ જ મહત્વનાં છે અને તેની યોગ્ય સમતુલા જીવનશૈલીના રોગો થવાની સંભાવના નાબૂદ કરશે. મહિલાઓએ તેમના પરિવાર અને બાળકોની કાળજી રાખવાની હોવાથી તેમણે આ ફોર્મ્યુલાનુ પ્રમાણિકતાથી પાલન કરવુ જોઈએ કે જેથી તે તંદુરસ્ત અને આનંદિત રહી શકે. “
જીવનનાં વિવિધ ક્ષેત્રોની પ્રસિધ્ધ સેલીબ્રીટીઝનાં કન્સલ્ટન્ટ લ્યુક તેમની સર્વિસીસ શિલ્પા શેટ્ટી અને અનુષ્કા શેટ્ટી તથા અન્ય પ્રસિધ્ધ બોલિવડ સેલીબ્રીટીઝને પૂરી પાડી છે. આરોગ્ય માટે પ્રેરણાદાયક જીવનશૈલી માટે વકતવ્યો આપતા લ્યુક કુદરતી આહાર અને પરંપરાગત ઉપચારોના હિમાયતી છે અને તબીબી સ્થિતિ હલ કરવા માટે પોતાની જીવનશૈલી બદલવા ઉપર ભાર મૂકે છે. લ્યૂક કેન્સર થેરાપીના સ્પેશ્યાલીસ્ટ છે અને ચોથા સ્ટેજના કેન્સરના દર્દીને સારી સ્થિતિમાં લાવવા અને ફરીથી રોગ થાય નહી તેવી સ્થિતિમાં મુકવા માટે સહાયક બન્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે