ત્રણ દંપતિઓની કોમિક સફર દર્શકોને હસાવી હસાવીને થકવી દેશે!
‘રોંગ નંબર’માં ત્રણ પરણિત દંપતિઓની વાત છે, જેઓ શંકા અને મૂંઝવણ સાથે નિરાશાજનક જીવન જીવે છે.
Trending Photos
અમદાવાદ: ફેસિલિટી થિયેટર સંપૂર્ણ મનોરંજક “રોંગ નંબર” પ્રસ્તુત કરે છે, જેનું નિર્દેશન અતિ પ્રતિષ્ઠિત, થિયેટર અને ટેલીવિઝન નિર્દેશક રમણ કુમાર કરે છે. ટેલીવિઝનમાં પ્રદાન કરવા માટે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર અને લોકપ્રિય ટીવી સીરિયલ તારા માટે આશીર્વાદ એવોર્ડ મેળવનાર નિર્દેશક રમણ કુમારે સરહદ પાલ, સાથ સાથ, રાહી અને રાજા ભૈયા જેવી બોલીવૂડની ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.
રોંગ નંબરનાં ડાયરેક્ટર રમણ કુમારે કહ્યું હતું કે, “એક મંચ પર બોલીવૂડ અને થિયેટરનાં પીઢ કલાકારોને દુનિયા સમક્ષ રજૂ કરવાનો મને આનંદ છે. ‘રોંગ નંબર’નું નિર્માણ અમારાં માટે ખરાં અર્થમાં વિશિષ્ટ અનુભવ છે અને મને ખાતરી છે કે અમદાવાદનાં સમજુ દર્શકોને એ પસંદ પડશે.”
‘રોંગ નંબર’માં ત્રણ પરણિત દંપતિઓની વાત છે, જેઓ શંકા અને મૂંઝવણ સાથે નિરાશાજનક જીવન જીવે છે. અવિનાશને તેનાં બોસ યશવંતની પત્ની કામિની સાથે અફેર છે અને એની પત્ની રંજના સાથે સતત ઝઘડતો રહે છે. જ્યારે કામિનીને એનાં પતિને અન્ય મહિલા સાથે અફેર છે એવો વિચાર આવે છે, ત્યારે હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાય છે. જ્યારે તમામ વ્યભિચારીઓ એક સફળ રાત્રે નટવરલાલ ચુરાસિયા અને એમની પત્ની પૂનમનાં યજમાન બને છે, ત્યારે ધડાકો થાય છે. પાર્ટનર વચ્ચે સંબંધો બગડે છે, ત્યારે સ્થિતિ વધારે જટિલ બની જાય છે અને એમાં સત્ય જ પુનઃસ્થાપિત થઈ શકશે. પછી અનેક ગેરસમજણો સર્જાય છે અને પેટ પકડીને હસાવે એવાં હાસ્યાસ્પદ દ્રશ્યો ઊભા થાય છે. અનપેક્ષિત ટ્વિસ્ટ અને ટર્ન ધરાવતી આ કોમિક સફર જોઈને દર્શકો હસી હસીને થાકી જશે.
ફેસિલિટી થિયેટરનું નિર્માણ રોંગ નંબર ભારતની શ્રેષ્ઠ ફિલ્મો, થિયેટર અને ટેલીવિઝનનાં કલાકારોમાંથી કેટલાંકને એકમંચ પર લાવે છે. કલાકારોમાં પીઢ અભિનેતા રાકેશ બેદી, બોલીવૂડ અને ટેલીવિઝનની અભિનેત્રી કાશ્મીરા શાહ, બોલીવૂડ અને ટેલીવિઝનની અભિનેત્રી ડેલનાઝ ઇરાની, બોલીવૂડ, ટેલીવિઝન, થિયેટરનાં પીઢ અભિનેતા અવતાર ગીલ, ટેલીવિઝન અને થિયેટરની પ્રસિદ્ધ અભિનેત્રી કિશ્વર મર્ચન્ટ, ટેલીવિઝ અને થિયેટરનાં અભિનેતા રાજેશ પુરી અને થિયેટરની પ્રસિદ્ધ પર્સનાલિટી રાહુલ ભુચર છે. ‘રોંગ નંબર’ તમામ વયજૂથનાં દર્શકોને મનોરંજન પ્રદાન કરશે. આ ત્રણ દંપતિઓની કોમિક સફર દર્શકોને હસાવી હસાવીને થકવી દેશે!
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે