દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા, આટલી હતી તીવ્રતા
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સોમવારે બપોરે ભૂકંપના સામાન્ય આંચકા અનુભવાયા છે. દિલ્હી-હરિયાણા ભૂકંપનું કેન્દ્ર રહ્યું. જોકે ભૂકંપની તીવ્રતા 2.1 રહી. ગત બે મહિનામાં દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં લગભગ 13 વખત ભૂકંપ આવી ચૂક્યો છે.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સોમવારે બપોરે ભૂકંપના સામાન્ય આંચકા અનુભવાયા છે. દિલ્હી-હરિયાણા ભૂકંપનું કેન્દ્ર રહ્યું. જોકે ભૂકંપની તીવ્રતા 2.1 રહી. ગત બે મહિનામાં દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં લગભગ 13 વખત ભૂકંપ આવી ચૂક્યો છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ કોઇ મોટા ભૂકંપના સંકેત તો નથી ને. 4 દિવસ પહેલાં ઝારખંડના જમશેદપુર અને કર્ણાટકના હમ્પીમાં સવાર-સવારમાં ભૂકંપના સામાન્ય આંચકા અનુભવાઇ રહ્યા હતા. કર્ણાટકમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.0 તો ઝારખંડમાં 4.7 તીવ્રતા રહી હતી.
વિશેષજ્ઞોનું કહેવું છે કે આ ભૂકંપીય ગતિવિધિઓમાં કંઇપણ અસામાન્ય નથી. તેમણે કહ્યું કે ભૂકંપનું પૂર્વાનુમાન કરવું સંભવ નથી. પરંતુ કોઇ ઇમરજન્સી સ્થિતિનો સામનો કરવા માટે ઇમરજન્સી મેનેજમેન્ટ એક ઉપયુક્ત યોજના તૈયાર હોવી જોઇએ.
ભારતમાં હવામાન વિભાગમાં ભૂગર્ભ વિજ્ઞાન તથા ભૂકંપના જોખમનું મૂલ્યાંકન કેન્દ્ર પ્રમુખ એકે શુક્લાના અનુસાર દિલ્હીમાં ભૂકંપનો એક મોટો આંચકો 1720માં આવ્યો હતો, જેથી તિવ્રતા 6.5 માપવામાં આવી હતી. ક્ષેત્રમાં અંતિમ વખતે સૌથી મોટો ભૂકંપ 1956માં બુલંદશહેરની પાસે આવ્યો હતો જેથી તીવ્રતા 6.7 માપવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે