નેપાળમાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો, બિહારના આ જિલ્લાઓમાં પણ જોવા મળી અસર
બિહારમાં આજે સવારે નેપાળ સરહદે આવેલા જિલ્લાઓમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા. બિહારના સહરસા, પૂર્વ ચંપારણ, મુઝફ્ફરપુરમાં ધરા ધ્રુજી. સવારે 5:04 વાગે 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.
Trending Photos
પટણા: બિહાર (Bihar) માં આજે સવારે નેપાળ (Nepal) સરહદે આવેલા જિલ્લાઓમાં ભૂકંપ (Earthquake) ના આંચકા મહેસૂસ થયા. બિહારના સહરસા, પૂર્વ ચંપારણ, મુઝફ્ફરપુરમાં ધરા ધ્રુજી. સવારે 5:04 વાગે 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. કાઠમંડૂ પાસે 10 કિલોમીટર નીચે ભૂકંપનું કેન્દ્રબિન્દુ હતું. જો કે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ પોતાની એક ટ્વીટમાં કહ્યું કે પાલના સિંધુપલચૌક જિલ્લામાં આજે સવારે 5:19 વાગે 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. નેપાળના પૂર્વ ભાગમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા.
સિંધુપલચોકના એસપી રાજન અધિકારીએ જણાવ્યું કે અમે પહેલેથી જિલ્લાના તમામ વોર્ડના સંપર્કમાં છીએ. ક્યાંય કોઈ નુકસાનના ખબર નથી. નોંધનીય છે કે નેપાળમાં 2015માં આવેલા 7.9ની તીવ્રતાના ભૂકંપમાં લગભગ 10 હજાર લોકોના મોત થયા હતાં અને હજારો લોકો ઘાયલ થયા હતાં. ભૂકંપનું કેન્દ્ર સિંધુપલચોક હતું. જ્યાં સૌથી વધુ નુકસાન થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે