લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષોની ચોમાસુ સત્ર પર ચર્ચા, 'ઈ-સંસદ ફોર્મ્યુલા' પર પણ થઈ વાત


કોરોના વાયરસને કારણે અત્યાર સુધી દેશ બંધ હતો. હવે કોરોના મહામારી વચ્ચે સંસદના ચોમાસુ સત્રને લઈને બેઠક યોજાઇ હતી. આ દરમિયાન ઘણા મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ હતી. 

લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષોની ચોમાસુ સત્ર પર ચર્ચા, 'ઈ-સંસદ ફોર્મ્યુલા' પર પણ થઈ વાત

નવી દિલ્હીઃ ઉતરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડૂ (Vice President of India)એ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા (Om Birla)એ સંસદના ચોમાસુ સત્રના આયોજનને લઈને સોમવારે એક બેઠક યોજી હતી. તેમાં તેમણે કોરોના વાયરસ (Coronavirus) મહામારીને કારણે સોશિયલ ડિસ્ટેન્સિંગ  (Social Distancing) બનાવી રાખવા અને આભાસી સંસદ (ઈ-સંસદ)ની સંભાવના જેવા વિષયો તથા વિકલ્પો વિશે ચર્ચા કરી હતી. સૂત્રોએ આ જાણકારી આપી છે.

ઉપલા અને નિચલા ગૃહના અધ્યક્ષોએ તે વાતને રેખાંકિત કરી કે આવી સ્થિતિમાં જ્યારે નિયમિત બેઠકો સંભવ નથી, ત્યારે સંસદ સત્રને સરળ બનાવવા માટે ટેક્નોલોજી અપનાવવાની જરૂર છે. 

સમિતિને વિચાર કરવા માટે મોકલવા જરૂરી
આ સાથે વેંકૈયા નાયડૂ અને ઓમ બિરલાએ તે પણ કહ્યુ કે, આભાસી બેઠકો આયોજીત કરવાના મુદ્દાને બંન્ને ગૃહની, સંસદની નિયમો સંબંધિત સમિતિને વિચાર કરવા માટે મોકલવો પડશે કારણ કે ચર્ચાનો ગોપનિયતા સાથે સંબંધ હોય છે. સૂત્રોએ કહ્યુ કે, લોકસભાની બેઠક રાજ્યસભાની સાથે કેન્દ્રીય કક્ષમાં આયોજીત કરવા સહિત વિકલ્પો પર વિચાર કરવામાં આવ્યા હતા.તે વિકલ્પ પર પણ વિચાર કરવામાં આવ્યો કે બંન્ને ગૃહની બેઠક એક દિવસ છોડીને આયોજીત કરી શકાય છે. 

આત્મનિર્ભર ભારતઃ CHAMPIONSની મદદથી ચેમ્પિયન બનશે MSMEs સેક્ટર  

... જેથી સારી રીતે કરી શકાય પાલન
કોરોના વાયરસ વિરુદ્ધ લડાઇ લાંબી ચાલવાની સંભાવના સંબંધી સમાચારોને ધ્યાનમાં રાખતા નાયડૂએ પોતાના સત્તાવાર આવાસ પર બેઠક બોલાવી, જેમાં બંન્ને ગૃહના મહાસચિવોએ ભાગ લીધો હતો.પીઠાસીન અધિકારીઓએ મહાસચિવોને નિર્દેશ આપ્યો કે તે કેન્દ્રીય કક્ષનો ઉપયોગ કરવાની વાત પણ ધ્યાનમાં રાખે. જેથી આગામી ચોમાસુ સત્ર દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગના માપદંડોનું યોગ્ય રીતે પાલન કરી શકાય. 

અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવામાં આવ્યા
તેમનું માનવું હતું કે, સંસદની કાર્યવાહીનું જનતા માટે સીધુ પ્રસારણ કરવામાં આવે છે, તેવામાં ગોપનિયતા બનાવી રાખવાની કોઈ જરૂર નથી. તેવામાં લાંબા ગાળામાં આભાસી સંસદ એક વિકલ્પ હોઈ શકે છે. બંન્ને અધિકારીઓને તે નિર્દેશ આપવામાં આવ્યો કે બંન્ને સંસદનું સુચારૂ રૂપે સંચાલન નક્કી કરવા માટે વિસ્તૃત ટેકનિકલી તથા અન્ય વ્યવસ્થા પાક્કી કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે સંસદનું ચોમાસુ સત્ર જુલાઈ-ઓગસ્ટમાં આયોજીત કરવામાં આવે છે. બજેટ સત્ર 24 માર્ચે કોવિડ-19નું સંક્રમણ ફેલાવાને કારણે અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. 

આ વાત પર પણ કરવામાં આવી મહત્વની ચર્ચા
સૂત્રોએ જણાવ્યું કે, સોમવારે બેઠકમાં બંન્ને મહાસચિવોએ સભાપતિ અને સ્પીકરને સંસદની વિભિન્ન સમિતિઓની બેઠક ઓનલાઇન માધ્યમથી આયોજીત કરવા સાથે જોડાયેલા વિવિધ પાસાં પર જાણકારી આપી હતી. તેમાં સુરક્ષિત ટેક્નોલોજી પ્લેટફોર્મ, એવી બેઠકો સાથે જોડાયેલી ગોપનિયતા અને અન્ય વિષયો વિશે જાણકારી આપવામાં આવી હતી.  બેઠકમાં ઓનલાઇન બેઠકો આયોજીત કરવા સાથે જોડાયેલી મૂળભૂત માળખાકીય સુવિધા અને તેમાં લાગનાર સમય વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે નાયડૂ અને બિરલાનો વિચાર હતો કે ઓનલાઇન બેઠકો આયોજીત કરવાના વિષયને બંન્ને ગૃહની નિયમો સાથે જોડાયેલી સમિતિને વિચાર માટે મોકલવો જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news