બિન્દાસ વેચાઈ રહેલા ડુપ્લીકેટ સેનેટાઈઝરને આવી રીતે ઓળખજો...
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના (Corona virus) ની દહેશત આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે. ડોક્ટર્સે સાબુ કે સેનેટાઈઝરથી વારંવાર હાથ સાફ કરવાની સલાહ આપી છે. તેથી સેનેટાઈઝર્સની માંગ અનેકગણી વધી ગઈ છે. તો કેટલાક નફાખોરો તેનો મોટો ફાયદો ઉઠાવી રહ્યાં છે. નકલી સેનેટાઈઝર (Duplicate sanitizer) થી બચવાનો ખેલ ખુલ્લામાં ખેલાઈ રહ્યો છે.
પ્રવિણ મારુની ZEE 24 kalak સાથે Exclusive વાત, કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાનું જણાવ્યું કારણ
નકલી સેનેટાઈઝર વેચવાનો ખેલ
પ્લાસ્ટિકની બોટલોમાં બ્રાન્ડેડ સેનેટાઈઝરની જેમ પેકિંગ કરવામાં આવી રહ્યું છે. આવા સેનેટાઈઝર્સ તમને મેડિકલ સ્ટોરમાં જોવા મળશે. પરંતુ તમે તેને અસલી સમજવાની ભૂલ ન કરો. ડુપ્લીકેટ સેનેટાઈઝર્સનું વેચાણ થઈ રહ્યું છે. મુંબઈના વાકોલ વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ ઓથોરિટીએ ડુપ્લીકેટ સેનેટાઈઝર બનાવવાની ફેક્ટરી પર છાપો મારીને તેને જપ્ત કર્યાં છે. નકલી સેનેટાઈઝરને બોટલોમાં ભરવામાં આવી રહ્યું છે. સાબુના પાણી અને કેટલાક કેમિકલ મિક્સ કરીને સેનેટાઈઝર બનાવવામાં આવી રહ્યાં છે. જેને સુંદર પેકિંગમાં રિટેલ માર્કેટમાં વેચવામાં આવી રહ્યાં છે.
ભાજપે કોંગ્રેસની પાંચમી વિકેટ પાડી, ધારાસભ્ય મંગળ ગાવિતના રાજીનામાની ચર્ચા
પૂણેમાં નકલી સેનેટાઈઝર બનાવનારી ટોળકી
મુંબઈની જેમ મહારાષ્ટ્રમાં પૂણેમાં પણ નકલી સેનેટાઈઝર બનાવનારા ગ્રૂપને પકડવામાં આવ્યું છે. પૂણે પોલીસે અજય ગાંધી નામના શખ્સને પકડ્યો, જે ઘરમાં જ નકલી સેનેટાઈઝર બનાવીને માર્કેટમાં વેચી રહ્યો હતો. લોકો શંકા ન કરે તે માટે તે બ્રાન્ડેડ કંપનીઓના નકલી સ્ટીકર બોટલ પર લગાવીને વેચતો હતો. પોલીસે 1 લાખ 20 હજાર રૂપિયાના નકલી સેનેટાઈઝરને જપ્ત કર્યું.
‘આ ગઈ નાગિન ઝહેર ઉગલને....’ ફરી એકવાર ગંદી રીતે ટ્રોલ થઈ સ્વરા ભાસ્કર
કેવી રીતે કરશો અસલી-નકલીની ઓળખ
એવી કોઈ ટ્રિક નથી, જેનાથી દુકાનમાં ઓન ધી સ્પોટ સેનેટાઈઝરની ગુણવત્તા ટેસ્ટ કરી શકાય. પરંતુ જો તેમ કોઈ મેડિકલ સ્ટોરથી સેનેટાઈઝર કે માસ્ક ખરીદો છઓ તો તેનું બિલ જરૂરી લો. જો રિટેલરે પ્રોડક્ટ યોગ્ય રીતે મેળવી હશે તો બિલ આપવામાં કોઈ તકલીફ નહિ થાય. આ ઉપરાંત તમે સેનેટાઈઝરના પેકિંગ પર મેન્યુફેક્ચરિંગના નામ-સરનામાની સાથે લાઈસન્સ કે બેન્ચ નંબરને પણ ચેક કરી શકો છો. તેની માહિતી ન હોય તો પ્રોડક્ટની ક્વોલિટી પર સવાલ જરૂર ઉભા થાય છે. પ્રયાસ કરો કે જાણીતી બ્રાન્ડના જ સેનેટાઈઝર ખરીદો.
કેટલાક લોકો માનવતાથી વધુ રૂપિયા સાથે પ્રેમ છે. રૂપિયા કમાવવા માટે લોકોના જીવ સાથે પણ ચેડા કરવામાં આવી રહ્યાં છે. તપાસ એજન્સીઓનું કહેવું છે કે, નકલી સેનેટાઈઝર અનેક જગ્યાઓએ વેચવામાં આવી રહ્યું છે. તેથી લોકોને સતર્ક રહેવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે