J&K: આતંકીઓના મોઢા પર તમાચો! કાશ્મીરના વિકાસ માટે આ દેશે ભારત સાથે કરી મોટી ડીલ

જમ્મુ અને કાશ્મીરના વિકાસમાં હવે એક મુસ્લિમ દેશ મહત્વની  ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે.

J&K: આતંકીઓના મોઢા પર તમાચો! કાશ્મીરના વિકાસ માટે આ દેશે ભારત સાથે કરી મોટી ડીલ

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના વિકાસમાં હવે એક મુસ્લિમ દેશ મહત્વની  ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. જમ્મુ અને કાશ્મીર પ્રશાસને દુબઈ સાથે એક મહત્વની સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે દુબઈ સરકાર અને જમ્મુ કાશ્મીર સરકારે એક સમજૂતિ કરી છે જે કેન્દ્ર શાસિત પ્રદેશને ઔદ્યોગિકરણ અને સતત વિકાસમાં નવી ઊંચાઈઓ આંબવામાં મદદ કરશે. આ સમજૂતિ એવા સમયે થઈ છે કે જ્યારે ઘાટીમાં આતંકીઓએ માસૂમ નાગરિકોને ખાસ કરીને બિન મુસ્લિમોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધુ છે. 

દુબઈ અને જમ્મુ કાશ્મીર પ્રશાસન વચ્ચે આ સમજૂતિ આ વિસ્તારમાં (કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ) કોઈ પણ વિદેશી સરકાર તરફથી પહેલી રોકાણ સમજૂતિ છે. સરકારે  કહ્યું કે  દુબઈ સાથે થયેલી સમજૂતિમાં ઔદ્યોગિક પાર્ક, આઈટી ટાવર, બહુઉદ્દેશીય ટાવર, મેડિકલ કોલેજ અને એક સ્પેશિયાલિટી હોસ્પિટલ સહિત ઈન્ફ્રાસ્ટ્રાક્ચરનું નિર્માણ થશે. 

— Office of LG J&K (@OfficeOfLGJandK) October 18, 2021

સમજૂતિ અંગે ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની વિકાસ યાત્રા માટે આજનો દિવસ મહત્વનો છે. જમ્મુ કાશ્મીરના અભૂતપૂર્વ વિકાસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો હાર્દિક આભાર. આ સમજૂતિ આત્મનિર્ભર જમ્મુ કાશ્મીર બનાવવાની અમારી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે. 

અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક દિવસથી ઘાટીમાં આતંકીઓએ અનેક બિન કાશ્મીરી લોકોને નિશાન બનાવ્યા છે અને તેમા પણ ખાસ કરીને બિન મુસ્લિમ લોકો. આવા સમયે દુબઈ સાથેની આ સમજૂતિ દહેશત ફેલાવવા મથતા આતંકીઓ અને દુશ્મન દેશોના મોઢા પર સણસણતો તમાચો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news