દેશમાં મોસમનો બેવડો મિજાજ બદલાયો, ઋતુચક્રમાં પરિવર્તનથી લોકોની વધી હાલાકી

પાણીનું શું મહત્વ છે તે જ્યારે ન મળે ત્યારે જ તેની કિંમત સમજાય છે.... એટલે પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ.... કેમ કે અત્યારે જે રીતે ઋતુચક્ર બદલાવાથી પરિસ્થિતિ સર્જાઈ છે, તેના કરતાં પણ વિપરીત પરિસ્થિતિ આગામી સમયમાં સર્જાવાની છે.

દેશમાં મોસમનો બેવડો મિજાજ બદલાયો, ઋતુચક્રમાં પરિવર્તનથી લોકોની વધી હાલાકી

નવી દિલ્હીઃ દેશમાં મોસમના બદલાયેલા મિજાજે સરકાર અને લોકોની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે... કેમ કે ક્યાંક આકાશમાંથી અનરાધાર પાણી વરસી રહ્યું છે... તો ક્યાંક જળસંકટની સ્થિતિ છે... નવી દિલ્લીમાં તો લોકોને ટેન્કર પર નિર્ભર રહેવા મજબૂર પડ્યું છે... મોસમના બદલાયેલા મિજાજે લોકોને શું આપ્યું છે અલર્ટ?... કયા રાજ્યમાં કેવી સ્થિતિનું થયું છે નિર્માણ?... જોઈશું આ અહેવાલમાં....

આ ત્રણ તસવીર દેશના લોકો માટે મોટી ચેતવણી છે... કેમ કે દેશમાં મોસમનો મિજાજ બદલાયો છે... અને આ વર્ષે તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે... નોર્થ-ઈસ્ટના અસમ રાજ્યમાં આકાશમાંથી અનરાધાર પાણી વરસતાં પૂરની સ્થિતિ સર્જાઈ છે... તો બીજીબાજુ નવી દિલ્લીમાં જળસંકટ સર્જાતાં લોકોને ટેન્કર પર નિર્ભર રહેવું પડે છે.... જ્યારે રાજસ્થાનના અનેક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે...

દેશમાં મોસમનો મિજાજ કેવો બદલાયો છે તેના માટે આપણે નોર્થ-ઈસ્ટના રાજ્યો પર નજર કરવી પડશે.... આ દ્રશ્યો અસમ રાજ્યના છે... અહીંયા મેઘરાજા મહેરબાન થતાં સતત વરસાદ વરસી રહ્યો છે... જેના કારણે નદીઓ બેકાંઠે વહી રહી છે... તો અનેક વિસ્તારોમાં પૂરના પાણી લોકોના ઘરમાં, નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે.... 

આ તરફ મણિપુરમાં પણ આવા જ કંઈક દ્રશ્યો જોવા મળ્યા.. હિંસા પછી મણિપુર મોસમના મારથી બેહાલ બની ગયું છે.... રસ્તા, નીચાણવાળા વિસ્તારો, રાજભવન સહિત અનેક જગ્યાએ પૂરના પાણી ફરી વળ્યા છે.... સ્થિતિ એવી સર્જાઈ છે કે ફસાયેલા લોકોને બચાવવા માટે NDRFની ટીમ અને સેનાની ટીમને મેદાનમાં ઉતારવાની ફરજ પડી.. અનરાધાર વરસાદ અને પછી પૂરના પાણીથી લાખો લોકો પ્રભાવિત થયા છે..

એક તરફ અસમ અને મણિપુરમાં આકાશમાંથી એટલું પાણી વરસ્યું કે ત્યાં લોકો પાણીથી પરેશાન છે... તો બીજીબાજુ નવી દિલ્લીમાં લોકો પાણી વિના પરેશાન છે.... કેમ કે નવી દિલ્લીમાં વસ્તી દીઠ ઓછું પાણી મળી રહ્યું છે... જેના કારણે લોકોના ઘરે ટેન્કરથી જ્યારે પાણી પહોંચે છે ત્યારે પાણી માટે રીતસરના યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય છે.... 

આ દ્રશ્યો રાજસ્થાનના ધૌલપુરના છે... અહીંયા પાણી વિના દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.... અહીંયા પાણી વિના જમીન સૂકાઈ ગઈ છે... કૂવાના તળ પણ ઉંડાં જતા રહ્યા છે.... પાણી માટે મહિલાઓ, બાળકો, યુવાનો તમામને રઝળપાટ કરવાનો વારો આવ્યો છે....

પાણીનું શું મહત્વ છે તે જ્યારે ન મળે ત્યારે જ તેની કિંમત સમજાય છે.... એટલે પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ.... કેમ કે અત્યારે જે રીતે ઋતુચક્ર બદલાવાથી પરિસ્થિતિ સર્જાઈ છે, તેના કરતાં પણ વિપરીત પરિસ્થિતિ આગામી સમયમાં સર્જાવાની છે... એટલે લોકોની સાથે સાથે તંત્ર અને સરકારે પણ પાણીના સ્ટોરેજ અને આકાશમાંથી પડતા પાણીનો કઈ રીતે સંગ્રહ થઈ શકે તે દિશામાં વિચારવું પડશે.... નહીં તો તે દિવસો દૂર નથી જ્યારે પાણી માટે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાશે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news