Exit Poll: 5 રાજ્યોમાં સૌથી મોટો ઉલટફેર, NDAએ શાનદાર પ્રદર્શન કરીને ચોંકાવ્યા

Loksabha Election 2024: દેશમાં સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે 4 જૂને મત ગણતરી હાથ ધરાશે. આ પહેલા સામે આવેલા વિવિધ એક્ઝિટ પોલમાં એનડીએની સરકાર બની રહી છે. આ વચ્ચે ભાજપે પાંચ રાજ્યોમાં પોતાનું પ્રદર્શન સુધારી બધાને ચોંકાવી દીધા છે.

Exit Poll: 5 રાજ્યોમાં સૌથી મોટો ઉલટફેર, NDAએ શાનદાર પ્રદર્શન કરીને ચોંકાવ્યા

નવી દિલ્હીઃ દેશમાં 543 લોકસભાની ચૂંટણીનું 1 જૂને સમાપન થયું.. અને મોડીસાંજે એક્ઝિટ પોલ પણ સામે આવી ગયા... એક્ઝિટ પોલ પ્રમાણે દેશમાં ફરી એકવાર NDAની સરકાર બનતી જોવા મળી રહી છે... જ્યારે ઈન્ડિયા ગઠબંધનના સરકાર બનાવવાના અરમાનો પર પાણી ફરતું જોવા મળ્યું... જેમાં 5 એવા રાજ્યો છે જ્યાં અનુમાનોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો.... ત્યારે કયા 5 રાજ્યો વિપક્ષ માટે પલટીમાર સાબિત થયા?... કેટલી બેઠકોનું અહીંયા થઈ રહ્યું છે નુકસાન?... જોઈશું આ અહેવાલમાં..

લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલાં એક્ઝિટ પોલના અનુમાનોમાં ભાજપના નેતૃત્વવાળા NDAને પ્રચંડ બહુમત મળતો જોવા મળી રહ્યો છે.... જેમાં 5 જેટલાં રાજ્યોમાં તો ભાજપે શાનદાર પ્રદર્શન કરીને ચોંકાવી દીધા છે... આ રાજ્યના નામ છે...

નંબર-1
પશ્વિમ બંગાળ
નંબર-2
ઓડિશા
નંબર-3
આંધ્ર પ્રદેશ
નંબર-4
તેલંગાણા
નંબર-5
મહારાષ્ટ્ર....

આ તમામ 5 રાજ્યોમાં સ્થાનિક પાર્ટીઓ અત્યાર સુધી હાવી જોવા મળતી હતી... પરંતુ  આ વખતે એક્ઝિટ પોલના અનુમાનોમાં આ રાજ્યમાં પલટીમાર પરિણામ આવવાની સંભાવના છે... અને જો અનુમાનો પરિણામોમાં સાચા સાબિત થશે તો ઈન્ડિયા બ્લોકની આશા પર પાણી ફરી જશે અને મોટી હારનો સામનો કરવો પડશે....

સૌથી પહેલાં વાત કરીશું આંધ્ર પ્રદેશની.... આંધ્ર પ્રદેશમાં લોકસભાની કુલ 25 બેઠક છે.... એક્ઝિટ પોલ પ્રમાણે અહીંયા NDAને ફાયદો થતો જોવા મળી રહ્યો છે....

ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં NDAને 21થી 23 બેઠક, શાસક YSRCPને 2થી 4 બેઠક તો India ગઠબંધનનું ખાતું પણ નહીં ખૂલે....

ABP- સી વોટરના એક્ઝિટ પોલમાં NDAને 21થી 25 બેઠક, YSRCPને 0થી 4 બેઠક અને ઈન્ડિયા ગઠબંધનનું ખાતું નહીં ખૂલવાનું અનુમાન છે... 

ન્યૂઝ 24-ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલમાં NDAને 19થી 25 બેઠક, YSRCPને 0થી 6 બેઠક અને ઈન્ડિયા ગઠબંધનનું ખાતું નહીં ખૂલવાનું અનુમાન છે... 

2019ની ચૂંટણીમાં જગન મોહન રેડ્ડીની પાર્ટી USRCPએ 25માંથી 22 બેઠક જીતી હતી... જ્યારે ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી ટીડીપીના ખાતામાં માત્ર 3 બેઠક આવી હતી.... 

હવે વાત નવીન પટનાયક શાસિત ઓડિશાની કરીશું... અહીંયા કુલ 21 લોકસભા બેઠક છે.... એક્ઝિટ પોલ પ્રમાણે અહીંયા પણ સૌથી મોટો ઉલટફેર થતો જોવા મળી રહ્યો છે.... 

ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં NDAને 18થી 20 બેઠક, શાસક BJDને 0થી 2 બેઠક અને ઈન્ડિયા બ્લોકને 0થી 1 બેઠક મળવાનું અનુમાન છે...

એબીપી- સી વોટરના એક્ઝિટ પોલમાં NDAને 17થી 19 બેઠક, બીજેડીને 1થી 3 બેઠક અને ઈન્ડિયા બ્લોકને 1 બેઠક મળવાનું અનુમાન છે....

ન્યૂઝ 24- ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલમાં NDAને 16 બેઠેક, બીજેડીને 4 બેઠક અને ઈન્ડિયા બ્લોકને 1 બેઠક મળવાનું અનુમાન છે....

2019ની ચૂંટણીમાં નવીન પટનાયકની પાર્ટી બીજેડીએ 12 બેઠક જીતી હતી... જ્યારે ભાજપના ખાતામાં  અને કોંગ્રેસના ફાળે માત્ર 1 બેઠક આવી હતી.... 

હવે વાત કોંગ્રેસની જ્યાં સરકાર છે તેવા તેલંગાણાની... અહીંયા કુલ 17 લોકસભા બેઠક છે... એક્ઝિટ પોલ પ્રમાણે સરકાર હોવા છતાં અહીંયા કોંગ્રેસને કંઈ મોટો ફાયદો થઈ રહ્યો નથી....

ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં NDAને 11થી 12 બેઠક, શાસક કોંગ્રેસને 4થી 6 બેઠક અને AIMIMને 0થી 1 બેઠક મળવાની સંભાવના છે...

એબીપી- સી વોટરના એક્ઝિટ પોલમાં NDAને 7થી 9 બેઠક, શાસક કોંગ્રેસને 7થી 9 બેઠક અને AIMIMને 1 બેઠક મળી શકે છે...

ઈન્ડિયા ટીવી-CNXના એક્ઝિટ પોલમાં NDAને 8થી 10 બેઠક, કોંગ્રેસને 6થી 8 બેઠક અને AIMIMને 1થી 2 બેઠક મળી શકે છે...

2019ની ચૂંટણીમાં કેસીઆરની પાર્ટી BRSએ સૌથી વધુ 9 બેઠકો જીતી હતી... જ્યારે ભાજપને 4, કોંગ્રેસને 3 અને AIMIMને 1 સીટ મળી હતી..

મહારાષ્ટ્રમાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને NDA માટે સૌથી મોટો પડકાર હતો... મહારાષ્ટ્રમાં કુલ 48 બેઠક છે... એક્ઝિટ પોલ પ્રમાણે અહીંયા NDAને સૌથી મોટો ફાયદો થઈ રહ્યો છે.... 

ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં NDAને 28થી 32 બેઠક, ઈન્ડિયા ગઠબંધનને 16થી 20 બેઠક અને અન્યના ખાતામાં 0થી 2 બેઠક મળવાનું અનુમાન છે...

એબીપી-સી વોટરના એક્ઝિટ પોલમાં NDAને 32થી 35 બેઠક, ઈન્ડિયા ગઠબંધનને 15થી 18 બેઠક અને અન્યના ખાતામાં 0થી 1 બેઠક આવી શકે છે...

ઈન્ડિયા ટીવી-CNXના એક્ઝિટ પોલમાં NDAને 24થી 31 બેઠક, ઈન્ડિયા ગઠબંધનને 17થી 22 બેઠક અને અન્યના ખાતામાં 0થી 1 બેઠક મળી રહી છે...

2019ની ચૂંટણીમાં ભાજપને 23 બેઠક, શિવસેનાને 18 બેઠક, એનસીપીને 4 બેઠક અને કોંગ્રેસના ખાતામાં 1 બેઠક આવી હતી....

પાંચ રાજ્યોમાં સૌથી મોટો ઉલટફેર પશ્વિમ બંગાળમાં જોવા મળી રહ્યો છે... પશ્વિમ બંગાળમાં કુલ 42 લોકસભા બેઠક આવેલી છે... જેમાં ભાજપને સૌથી મોટો ફાયદો થઈ રહ્યો છે....

ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં NDAને 26થી 31 બેઠક, ઈન્ડિયા બ્લોકને 0થી 2 બેઠક અને TMCને 11થી 14 બેઠક મળી શકે છે....

એબીપી- સી વોટરના એક્ઝિટ પોલમાં NDAને 23થી 37 બેઠક, ઈન્ડિયા બ્લોકને  1થી 3 બેઠક અને TMCને 13થી 17 બેઠક મળવાનું અનુમાન છે...

રિપબ્લિક ભારત-મેટ્રિઝના એક્ઝિટ પોલમાં NDAને 21થી 25 બેઠક, ઈન્ડિયા ગઠબંધનને 0થી 1 બેઠક અને TMCને 16થી 20 બેઠક મળી શકે છે...

2019ની ચૂંટણીમાં ભાજપે 18 બેઠક જીતી હતી.... જ્યારે TMCના ખાતામાં 22 બેઠક અને કોંગ્રેસને 2 બેઠક મળી હતી.... જોકે ભાજપે પશ્વિમ બંગાળમાં માત્ર 10 વર્ષમાં પોતાની સીટનો આંકડો સિંગલ ડિજિટથી વધારીને બે આંકડા અને હવે લાર્જેસ્ટ પાર્ટી સુધી પહોંચાડી દીધો છે... વિપક્ષને આશા હતી કે આ રાજ્યોમાં તેમને સૌથી મોટી સફળતા મળશે પરંતુ એક્ઝિટ પોલમાં તે તમામ આશા ઠગારી નીવડી છે... જેના કારણે તેમને ચૂંટણી પરિણામમાં આ રાજ્ય હરાવશે તેવું લાગી રહ્યું છે...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news