Drugs Case: ઇમ્તિયાજ ખત્રીની ઓફિસ પર NCB ના દરોડા, સુશાંત સિંહ રાજપૂત કેસ પણ સામે આવ્યું હતું નામ

રેવ પાર્ટી કેસ નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) ની ટીમ મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં દરોડા કરી રહ્યું છે. એનસીબી (NCB) ની ટીમ આ સમયે બાન્દ્રામાં ઇમ્તિયાજ ખત્રી નામના બિલ્ડરના ઘર અને ઓફિસ પર દરોડા કરી રહી છે

Drugs Case: ઇમ્તિયાજ ખત્રીની ઓફિસ પર NCB ના દરોડા, સુશાંત સિંહ રાજપૂત કેસ પણ સામે આવ્યું હતું નામ

મુંબઈ: રેવ પાર્ટી કેસ નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) ની ટીમ મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં દરોડા કરી રહ્યું છે. એનસીબી (NCB) ની ટીમ આ સમયે બાન્દ્રામાં ઇમ્તિયાજ ખત્રી નામના બિલ્ડરના ઘર અને ઓફિસ પર દરોડા કરી રહી છે.

તમને જણાવી દઇએ કે રેવ પાર્ટી કેસ પકડાયેલા અચિત કુમાર સાથે કરવામાં આવેલી પૂછપરછમાં ઇમ્તિયાજ ખત્રીનું નામ સામે આવ્યું છે. ગત વર્ષે બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોત કેસમાં પણ NCB એ આ શખ્સનું નામ સામે આવ્યું હતું પરંતુ ત્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

તમને જણાવી દઇએ કે, NDPS કોર્ટે ડ્રગ્સ કેસ (Drugs Case) માં અરેસ્ટ બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત 8 આરોપીઓની જામની અરજી શુક્રવારના ફગાવી દીધી હતી. એનસીબી, કોર્ટના નિર્ણય પહેલા જ આર્યન ખાનને લઈને આર્થર રોડ જેલ પહોંચી ગઈ હતી. આ પહેલા ગુરૂવારે કોર્ટે આર્યન ખાન સહિત 8 આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા આર્યન ખાન ઉપરાંત મુનમુન ધમીચા, અરબાઝ મર્ચન્ટ, મોહક જયસ્વાલ, વિક્રાંત ચોકર, ગોમિત ચોપરા, ઇસમત સિંહ છેડા અને નુપુર સતીજાને પણ ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ તમામને આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news