Toll Tax Hike: હાઈવે અને એક્સપ્રેસ વે પર ગાડી ચલાવવી પડશે મોંધી! ટોલ ટેક્સમાં થશે 5થી 10 ટકાનો વધારો

ટોલ ટેક્સના નવા દર માટેની દરખાસ્ત NHAIના તમામ પ્રોજેક્ટ અમલીકરણ એકમો (PIU) તરફથી 25 માર્ચ સુધીમાં મોકલવામાં આવશે. માર્ગ અને પરિવહન મંત્રાલયની મંજૂરી બાદ 1 એપ્રિલથી નવા દરો અમલમાં આવશે. જો અહેવાલોનું માનીએ તો કાર અને હળવા વાહનો પર પ્રતિ ટ્રીપ 5 ટકા વધુ ટેક્સ લાગશે અને ભારે વાહનો માટે ટોલ ટેક્સ 10 ટકા સુધી વધારી શકાય છે.
 

Toll Tax Hike: હાઈવે અને એક્સપ્રેસ વે પર ગાડી ચલાવવી પડશે મોંધી! ટોલ ટેક્સમાં થશે 5થી 10 ટકાનો વધારો

નવી દિલ્હીઃ  Toll Tax Hike: રાષ્ટ્રીય રાજમાર્ગો (National Highways) પર વાહન ચલાવવું એક એપ્રિલથી મોંઘુ થઈ શકે છે. એવું એટલા માટે કારણ કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ટોલ ટેક્સ વધારવાની તૈયારી કરી રહ્યું છે. રવિવારે સાંજે સામે આવેલા રિપોર્ટ પ્રમાણે ટોલ ટેક્સમાં 5થી 10 ટકાનો વધારો થશે. ટેરિફમાં આ ફેરફાર National Highways Fee (Determination of rates and collection) Rules 2008 અનુસાર દર વર્ષે થાય છે. 

એક રિપોર્ટ અનુસાર ટોલ ટેક્સમાં નવા રેટનો પ્રસ્તાવ NHAI ના તમામ પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ પાસે 25 માર્ચ સુધી મોકલી દેવામાં આવશે. નવા દરો એક એપ્રિલથી રોડ તથા પરિવહન મંત્રાલયની મંજૂરી બાદ લાગૂ થઈ જશે. 

રિપોર્ટ પ્રમાણે કાર અને હળવા વાહનો પર પ્રતિ ટ્રિપ 5 ટકાથી વધુ ટેક્સ લેવામાં આવશે અને ભારે વાહનો પર ટોલ ટેક્સ 10 ટકા સુધી વધારી શકાય છે. 

અત્યારે શું છે ટોલ ટેક્સ
2022માં નેશનલ હાઈવે પર ચાલનાર દરેક પ્રકારની ગાડીઓની ટેરિફની કિમંતમાં 10 રૂપિયા અને 60 રૂપિયાનો વધારો કરતા ટોલ ટેક્સ રેન્જમાં 10થી 15 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. વર્તમાનમાં એક્સપ્રેસ-વે પર 2.19 રૂપિયા પ્રતિ કિલોમીટર પ્રમાણે ટોલ વસૂલ કરવામાં આવી રહ્યો છે. 

માસિક પાસ
મિંટના એક રિપોર્ટ પ્રમાણે ટોલ પ્લાઝાના 20 કિલોમીટર ક્ષેત્રમાં રહેતા લોકોને અપાતા માસિક પાસની સુવિધામાં પણ 10 ટકાનો વધારો કરવામાં આવશે. 

નેશનલ રોડ ફીસ રેગુલેશન 2008 અનુસાર, યૂઝર ફી પ્લાઝા માટે એક વિશેષ વર્તુળમાં રહેતા લોકો માટે છૂટની કોઈ જોગવાઈ નથી. 

પરંતુ જો કોઈ નોન-કોમર્શિયલ ગાડીનો માલિક છે અને ચાર્જ પ્લાઝાના 20 કિલોમીટરની અંદર રહે છે, તો તે ફી પ્લાઝા દ્વારા અનલિમિટેડ યાત્રા માટે નાણાકીય વર્ષ 2022-2023 માટે 315 રૂપિયા પ્રતિ મહિનાના દરથી માસિક પાસ લઈ શકે છે. 

નેશનલ હાઈવે પર ટોલ કલેક્શન વધ્યું
એક રિપોર્ટ પ્રમાણે આંકડાનું વિશ્લેષણ કરીને જણાવવામાં આવ્યું કે નાણાકીય વર્ષ 2022 દરમિયાન નેશનલ હાઈવે પર કલેક્ટ કરવામાં આવેલો ટોલ 33881.22 કરોડ રૂપિયા હતો, જે પાછલા વર્ષના કલેક્શન કરતા 21 ટકા વધુ હતો. 

રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અનુસાર 2022માં નેશનલ અને સ્ટેટ બંને હાઈવે પર ફી પ્લાઝા પર ફાસ્ટેગ દ્વારા કુલ ટોલ કલેક્શન એવરેજ 50855 કરોડ રૂપિયા કે પ્રતિ દિવસ 139.32 કરોડ રૂપિયા હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news