વડોદરામાં બે બિલ્ડર ગ્રુપની વર્ચસ્વની લડાઈ! જાણો સર્કલની રાજનીતિને લઈ કેમ ગરમાયું રાજકારણ?

વડોદરા ગોત્રી વિસ્તારમાં બે બિલ્ડર ગ્રુપ દ્વારા ચારા રસ્તા પર સર્કલ બનાવી પોતાનું નામ લખી દેવામાં આવ્યું છે. જેને લઈ વોર્ડ 10 ના ભાજપ કોર્પોરેટર નીતિન દોંગા ખુલીને વિરોધમાં આવ્યા છે. નીતિન દોંગાએ સર્કલની રાજનીતિ શરૂ કરી છે.

વડોદરામાં બે બિલ્ડર ગ્રુપની વર્ચસ્વની લડાઈ! જાણો સર્કલની રાજનીતિને લઈ કેમ ગરમાયું રાજકારણ?

રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરામાં ચાર રસ્તા પર સર્કલના નામકરણને લઈ વિવાદ થયો છે. બિલ્ડરો દ્વારા સર્કલ બનાવી પોતાના ગ્રુપનું નામ લખી દેતા ભાજપ કોર્પોરેટર અને સ્થાયી સમિતિ સભ્ય વિરોધમાં આવ્યા છે. સર્કલની રાજનીતિને લઈ કેમ રાજકારણ ગરમાયું છે. 

વડોદરા ગોત્રી વિસ્તારમાં બે બિલ્ડર ગ્રુપ દ્વારા ચારા રસ્તા પર સર્કલ બનાવી પોતાનું નામ લખી દેવામાં આવ્યું છે. જેને લઈ વોર્ડ 10 ના ભાજપ કોર્પોરેટર નીતિન દોંગા ખુલીને વિરોધમાં આવ્યા છે. નીતિન દોંગાએ સર્કલની રાજનીતિ શરૂ કરી છે. યશ કોમ્પ્લેક્ષ ચાર રસ્તા પર સનસિટી ગ્રુપ દ્વારા સર્કલ બનાવી સનસિટી સર્કલ નામ આપી દીધું હતું, તેવી જ રીતે નીલાંબર ગ્રુપ દ્વારા ગોત્રી વાસણા ચાર રસ્તા પર સર્કલ બનાવી નીલાંબર સર્કલ નામ આપી દીધું. જેને લઈ સ્થાયી સમિતિ સભ્ય અને ભાજપ કોર્પોરેટર નીતિન દોંગા નારાજ થયા છે. 

નીતિન દોંગાએ આજે નીલાંબર સર્કલનું નામ બદલી લાલગુરુ સર્કલ કરી દીધું. તેમજ બિલ્ડરના નામની તકતી તોડીને ફેંકી દીધી. આ ઉપરાંત તખતી પર કેસરી કલર લગાવી દીધો. જેને લઈ બિલ્ડરના માણસો અને કોર્પોરેટર સામસામે આવી ગયા. બંને વચ્ચે જાહેર રોડ પર જ ઉગ્ર બોલાચાલી થઈ. જેથી બિલ્ડર દ્વારા કોર્પોરેટર નીતિન દોંગા વિરૂધ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી. નીતિન દોંગાએ કહ્યું કે બિલ્ડરો દ્વારા મંજૂરી વગર સર્કલ બનાવી નામકરણ કરી દેવાયું છે.

સર્કલના નામકરણના વિવાદ મામલે પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડો શીતલ મિસ્ત્રીએ કહ્યું કે નવા બનેલા રોડ પર સર્કલનું નામકરણ મ્યુનિસિપલ કમિશનરની મંજૂરીથી થાય છે. વર્ષ 2004થી સ્થાયી સમિતિએ નવા રોડ પર નામકરણને લઈ મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપી હતી. બિલ્ડરો દ્વારા કયા આધારે નામ આપ્યું તેની તપાસ કરીશું. તેમજ મોટી સંકલન બોલાવી સર્કલ બનાવવાને લઈ નવી પોલિસી બનાવવામાં આવશે. 

મહત્વની વાત છે કે બિલ્ડરો દ્વારા અધિકારીઓની સાંઠગાંઠથી રાતોરાત સર્કલ બનાવી દેવાય છે. જ્યારે કોઈ સમાજ કે સંસ્થાને સર્કલ બનાવવું હોય તો વર્ષો વર્ષ નીકળી જાય છે. ત્યારે પાલિકાના અધિકારીઓ બિલ્ડરો પર આટલા મહેરબાર કેમ છે તેને લઈ સવાલો ઉઠી રહ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news