હિંસક દીપડાઓના ત્રાસથી સૌરાષ્ટ્રના લોકોને બચાવશે આ ચીપ! પૂંછડીમાં કરાઈ છે ફીટ, જાણો નવી ટેક્નોલોજી વિશે...

તાપી જિલ્લા અને ડાંગ જિલ્લાના બોર્ડર એરિયાના જંગલો એ દીપડાનું હબ ગણવામાં આવે છે. પરંતુ હવે ધીમે ધીમે જંગલોનો નાશ થતાં આ જંગલી હિંસક પ્રાણીઓ હવે માનવ વસ્તી તરફ પ્રયાણ કરી રહ્યા છે.

હિંસક દીપડાઓના ત્રાસથી સૌરાષ્ટ્રના લોકોને બચાવશે આ ચીપ! પૂંછડીમાં કરાઈ છે ફીટ, જાણો નવી ટેક્નોલોજી વિશે...

ઝી બ્યુરો/તાપી: તાપી જિલ્લા વન વિભાગ દ્વારા જંગલોમાં બેફામ બનીને ફરી રહેતા અને હવે ધીરે ધીરે ગ્રામીણ લોકોની જાનમાલને હાનિ પહોંચાડતા દીપડા ઉપર વોચ વધારવા માટે વન વિભાગ દ્વારા તકનિકી મદદ લેવાઈ રહી છે. જેમાં રેસ્ક્યુ કરવામાં આવેલા દીપડાઓમાં પૂંછડીની અંદર એક માઈક્રોચીપ લગાવવામાં આવી રહી છે. જેના થકી દીપડા અંગેની પૂરતી માહિતી મળી રહે છે.

લોકો માટે પાલતુ પ્રાણી બની રહ્યા છે હિંસક 
તાપી જિલ્લા અને ડાંગ જિલ્લાના બોર્ડર એરિયાના જંગલો એ દીપડાનું હબ ગણવામાં આવે છે. પરંતુ હવે ધીમે ધીમે જંગલોનો નાશ થતાં આ જંગલી હિંસક પ્રાણીઓ હવે માનવ વસ્તી તરફ પ્રયાણ કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી દીપડાઓ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે તેમજ પાલતુ પ્રાણી માટે હિંસક બની રહ્યા છે.

પૂંછડીની અંદર એક ઇલેક્ટ્રોનિક માઈક્રોચીપ
તાપી જિલ્લા વન વિભાગ દ્વારા આવા દીપડાઓ પર તકનીકી વોચ વધારવા માટે તેમજ માનવ અને પાલતુ પશુઓને રક્ષણ આપવા માટે તકનિકી મદદ લેવાઇ રહી છે. જ્યારે પણ કોઈ દીપડાને રેસ્ક્યુ કરવામાં આવે છે ત્યારે તેની પૂંછડીની અંદર એક ઇલેક્ટ્રોનિક માઈક્રોચીપ ફીટ કરી દેવામાં આવે છે અને ફરી તેને જંગલ વિસ્તારમાં છોડવામાં આવે છે. 

તમામ હિસ્ટ્રીઓ જાણી શકાશે!
આ સમગ્ર માઈક્રોચીપ લગાવવાથી જ્યારે ફરી દીપડો પકડાય ત્યારે તેની તમામ હિસ્ટ્રીઓ જાણી શકાય છે આ પ્રક્રિયા દ્વારા વન વિભાગને જંગલી પ્રાણીઓ અંગેની પૂરતી માહિતી પણ પ્રાપ્ત થશે. તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લામાં વન વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષની અંદર 60 જેટલી ઇલેક્ટ્રોનિક માઈક્રોચીપ મૂકવામાં આવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news