હિંસા ન ફેલાવો, CAA, NPR પર રચનાત્મક ચર્ચા કરી સૂચન આપો કે શું સુધારો થાયઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, 'અસહમતિ રાખવાની આઝાદી આપવી લોકતંત્રનો એક મૌલિક સિદ્ધાંત છે. આપણે ભલે તેને પસંદ કરીએ કે ન કરીએ, કોઈપણ મુદ્દા પર બીજા પાસાને પણ જરૂર સાંભળવા જોઈએ અને તે પ્રમાણે યોગ્ય પગલાં ભરવા જોઈએ.'

હિંસા ન ફેલાવો, CAA, NPR પર રચનાત્મક ચર્ચા કરી સૂચન આપો કે શું સુધારો થાયઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ

હૈદરાબાદ/નવી દિલ્હીઃ શું નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર (NPR) પર ચર્ચાવિચારણા માટે વિવિધ મંચો પર ફરીથી મંથન થશે? શું સરકાર વિભિન્ન સમૂહો વચ્ચે વિચાર મંથનથી સામે આવેલા મુદ્દાને માનશે? આવો સવાલ તે માટે મહત્વપૂર્ણ થઈ ગયો છે કે ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂએ (vp venkaiah naidu) રાષ્ટ્રીય સ્તર પર પ્રદર્શન વચ્ચે સીએએ કે એનપીઆર જેવા નિયમો તથા કાયદાના વિરોધમાં હિંસા, તોડફોડનો માર્ગ છોડીને ચર્ચા-વિચારનો વિકલ્પ અપનાવવાની સલાહ આપી છે. નાયડૂએ કહ્યું કે, પ્રદર્શનોમાં હિંસાને કોઈ સ્થાન ન હોવું જોઈએ પરંતુ આવા મુદ્દા પર ઉચ્ચસ્તરિય રચનાત્મક ચર્ચાની જરૂર છે. એટલું જ નહીં, ઉપરાષ્ટ્રપતિએ કેન્દ્ર સરકારને પણ વિરોધીઓની આશંકાઓને દૂર કરવાની ચેતવણી આપી છે. 

તેમણે કહ્યું, 'સીએએ હોય કે એનપીઆર, દેશના લોકોને બંધારણીય ગૃહો (વિધાનસભા તથા સંસદ), બેઠકો અને મીડિયામાં આ વાત પર પ્રબુદ્ધ, સાર્થક અને રચનાત્મક ચર્ચા કરવી જોઈએ કે આ ક્યારે આવ્યું, કેમ આવ્યું અને તેની શું અસર થઈ રહી છે, શું તેમાં સુધારની જરૂર છે, જો છે તો શું સૂચન છે. જો આપણે તેના પર ચર્ચા કરીશું તો આપણી સિસ્ટમ મજબૂત થશે અને લોકોની સમજણ પણ વધશે.' નાયડૂએ સંયુક્ત આંધ્ર પ્રદેશના દિવંગત મુખ્યપ્રધાન એમ. ચન્ના રેડ્ડીની જયંતિ પર આયોજીત એક સમારોહને સંબોધિત કરતા આ વિચાર રાખ્યા હતા. 

— Vice President of India (@VPSecretariat) December 29, 2019

અસહમતિ રાખવાની હોય મંજૂરી
તેમણે આગળ કહ્યું, 'અસહમતિ રાખવાની આઝાદી આપવી લોકતંત્રનો એક મૌલિક સિદ્ધાંત છે. આપણે ભલે તેને પસંદ કરીએ કે ન કરીએ, કોઈપણ મુદ્દા પર બીજા પાસાને પણ જરૂર સાંભળવા જોઈએ અને તે પ્રમાણે યોગ્ય પગલાં ભરવા જોઈએ.' માનવામાં આવી રહ્યું છે કે, ઉપરાષ્ટ્રપતિની આ ચેતવણી કેન્દ્ર સરકાર માટે છે. પરંતુ તેમણે સીએએ અને એનપીઆરના આલોચકો અને પ્રદર્શનોમાં હિંસા ફેલાવનારને પણ સ્પષ્ટ સંદેશ આપ્યો છે. નાયડૂએ કહ્યું, 'પ્રદર્શનો દરમિયાન હિંસાની કોઈ જગ્યા ન હોવી જોઈએ.' તેમણે કહ્યું, રચનાત્મક, લોકતાંત્રિક અને શાંતિપૂર્ણ રીતે વિરોધ અથવા અસહમતિ વ્યક્ત કરવાની સલાહ આપતા કહ્યું કે, મહાત્મા ગાંધીએ હિંસાને કોઈપણ સ્વરૂપે નકારી, ત્યાં સુધીકે અત્યંત પડકારભર્યા સમયમાં પણ.

— Vice President of India (@VPSecretariat) December 29, 2019

પીએમે પણ હિંસા કરનારને આપ્યો આકરો સંદેશ
આજે વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ પણ પોતાના રેડિયો પ્રોગ્રામ 'મનની વાત'માં સીએએ વિરુદ્ધ પ્રદર્શનોમાં થયેલી હિંસા પર દુખ વ્યક્ત કરતા કહ્યું કે, યુવા પેઢી અરાજકતા પસંદ કરતી નથી, તેને અનુસાશન અને સિસ્ટમ પસંદ છે. મોદીએ કહ્યું, 'એક વાત તો નક્કી છે કે આપણા દેશના યુવાઓને અરાજકતા પ્રત્યે નફરત છે. અવ્યવસ્થા અને અસ્થિરતા પ્રત્યે તેમના મનમાં ગુસ્સો છે. તે પરિવારવાદ, જાતિવાદ, આપણા-પારકા, સ્ત્રી-પુરૂષ જેવા ભેદભાવને પસંદ કરતા નથી.'

પ્રદર્શન દરમિયાન થઈ હિંસા
ઉલ્લેખનીય છે કે 12 ડિસેમ્બરે નાગરિકતા સંશોધન કાયદો અસ્તિત્વમાં આવ્યા બાદ આસામ અને મેઘાલયમાં શરૂ થયેલું પ્રદર્શન દેશભરમાં ફેલાય ગયું હતું. પશ્ચિમ બંગાળથી કેરલ સુધી થયેલા પ્રદર્શનોમાં ઘણી જગ્યાએ હિંસા, આગચાંપી અને તોડફોડ થઈ હતી. ઉત્તર પ્રદેશમાં તો હિંસા અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનારા પ્રદર્શનકારીઓની ઓળખ કરી વસૂલીની પ્રક્રિયા પણ ચાલી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news